Gujarat

કિશનવાડીમાં પિતા-પુત્ર પર હાથના કડા વડે હુમલાથી ભયનો માહોલ

By GS TEAM
5 Jun 20262 mins read
TukuTouch Logo
કિશનવાડીમાં ગુનાઇત પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપોને કારણે હુમલો થયાની શંકા

Summarized by AI; it may make mistakes. Check important info

કિશનવાડીમાં પિતા-પુત્ર પર હાથના કડા વડે હુમલાથી ભયનો માહોલ

Vadodara Crime : વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારના શિવ શક્તિ ચોકમાં છેલલા કેટલાક સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ રહી હોવાના આક્ષેપો સ્થાનિક રહીશો કરી રહ્યા છે. તેની વચ્ચે ગત રાત્રે શિવ શક્તિ ચોકમાં રહેતા પિતા-પુત્ર પર હાથના કડા વડે ત્રણ વ્યક્તિએ પોતાની પર આક્ષેપ કેમ કરો છો તેમ કહી હુમલો કર્યો હતો. પિતા પુત્રને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાપોદ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં વિસ્તારમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાય છે. 

પ્રાપ્ત માહિતી મુજબ કિશનવાડી વિસ્તારમાં કેટલાક લોકો ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. એ પૈકી કેટલાક સ્થાનિકો એવી વાત ફેલાવતા હતા કે કનુભાઈ નામની વ્યક્તિ બહારથી યુવતીઓને લાવી ધંધો કરાવી રહ્યા છે. અને આ મુદ્દે રજૂઆત કરવા સ્થાનિક લોકો શિવ શક્તિ ચોકમાં રહેતા અનિલ અને રમણભાઈને ત્યાં ભેગા થયા હતા. તે સમયે ત્યાં હાજર સચિન ઉર્ફે કાલી કનુભાઈ સોલંકી (ઉંમર-32) અને ચિરાગે અનીલભાઈ અને તેમના પુત્ર સોનુ સાથે બોલાચાલી કરી હતી. ત્યારે મામલો બીચકતા અનીલભાઈ અને તેના પુત્ર સોનુ પર હાથમાં પહેરેલા કડા વડે આ બંને ઉપરાંત કનુભાઈએ હુમલો કર્યો હતો અને માર માર્યો હતો. તેથી બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ હુમલા બાદ કિશનવાડી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિકોએ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થાય અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. બાપોદ પોલીસ વધુ તપાસ કરી રહી છે. જોકે તપાસ અધિકારીનો સંપર્ક થઈ શક્યો ન હતો.