Gujarat

ધોળકાના કમુવાડામાં રસ્તા પર ઉભરાતી ગટરોથી રોગચાળો ફેલાવાની દહેશત

By GS TEAM
2 Aug 20251 min read
ધોળકાના કમુવાડામાં રસ્તા પર ઉભરાતી ગટરોથી રોગચાળો ફેલાવાની દહેશત

તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય

તંત્ર આંખ આડા કાન કરીને સમસ્યાનો ઉકેલ નહીં લાવતા વસાહતીઓને ગંદા પાણી વચ્ચે દિવસો પસાર કરવાની નોબત

ધોળકાધોળકાના કમુવાડામાં રસ્તા પર ઉભરાતી ગટરોથી રોગચાળો ફેલાવાની દહેશત સેવાઇ રહી છે. તંત્ર અધિકારીઓ આંખ આડા કાન કરીને સમસ્યાનો ઉકેલ નહીં લાવતા વસાહતીઓને ગંદા પાણી વચ્ચે દિવસો પસાર કરવાની નોબત આવી છે.

ધોળકાના મેનાબેન ટાવર પાછળ કમુવાડાના જાહેર માર્ગ ઉપર ઘણા લાંબા સમયથી ગટર ચેમ્બરો ઊભરાય છે. ગટરના તીવ્રવાસ મારતા દુષિત પાણી રોડ ઉપર ફરી વળે છે. આ મુખ્ય માર્ગ ઉપર રહેતા શ્રમજીવીઓના ઘરમાં પણ ક્યારેક આ ઊભરાયેલી ગટરોના પાણી ઘુસી જાય છે. અહીં રહેતા સુખામીયાભાઇએ જણાવ્યું હતું કે આ ગંભીર સમસ્યા બાબતે લાગતાવળગતા તંત્રને આ વિસ્તારના લોકો ફરિયાદો કરી થાકી ગયા છે.

પાલિકા તંત્રના અધિકારીઓ ફરિયાદ સામે આંખ આડા કાન કરીને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું નથી. જેથી કરીને વસાહતીઓને દુર્ગંધ મારતી ગટરોના પાણી વચ્ચે દિવસો પસાર કરવાની નોબત આવી છે. અત્યારે વરસાદની સીઝનના કારણે વરસાદ ગમે ત્યારે વરસી શકે છે. તે સમયે પણ ગટરો ઉભરાવવાની ચાલુ રહેશે તો દૂષિત દુર્ગંધ મારતું પાણી રસ્તાઓ પર ફરી વળશે અને રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી. પાલિકા તંત્ર પ્રજાલક્ષી માનવતાવાદી અભિગમ અપનાવી આ ઉભરાતી ગટરોની સમસ્યામાંથી મુક્તિ અપાવે તેવી અમારી માંગણી છે.