- સુપ્રીમ કોર્ટના આદેશનું પાલિકા પાલન કરે તેવી માંગ
- નડિયાદ- મોડાસા રોડ, બસ સ્ટેશન, ટાઉન હોલ સહિતના વિસ્તારમાં રસ્તા પર પશુઓનો અડિંગો
કપડવંજ ખાતે નડિયાદ મોડાસા રોડ, બસ સ્ટેશન, ટાઉન હોલ, ત્રિવેણી પાર્ક, ડાકોર રોડ, નગરપાલિકા વિસ્તાર રત્નાગીરી રોડ, આઝાદચોક, મીના બજાર સહિત નગરના સંખ્યાબંધ રસ્તાઓ પર ગાયો, આખલા અને રખડતા શ્વાનોના કારણે રાહદારીઓ, વાહન ચાલકોને અકસ્માતના કિસ્સાઓ વધ્યા છે. છતાં નગરપાલિકાના સત્તાધીશો રખડતા પશુઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આંખ આડા કાન કરી રહ્યા છે. તમામ મહાપાલિકા, નગરપાલિકા સતત પેટ્રોલિંગ કરી રખડતા પશુઓને અલગ આશ્રયસ્થાનમાં પૂરે અને રખડતા શ્વાનોનું ખસીકરણ કરવાનો સુપ્રીમ કોર્ટે પણ આદેશ કર્યો છે. આદેશનું ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહીની જોગવાઈ કરાઈ છે. ત્યારે કપડવંજ પાલિકા જવાબદારી સ્વીકારી રખડતા ઢોરને પાંજરે પૂરવાની કાર્યવાહી કરાય તેવી સ્થાનિકોમાં માંગણી ઉઠી છે.


