Get The App

સાયલા મુળી રોડ પર વાવની રેલિંગ તૂટતા અકસ્માતનો ભય

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
સાયલા મુળી રોડ પર વાવની રેલિંગ તૂટતા અકસ્માતનો ભય 1 - image


- રોડને અડીને જ આવેલી ઐતિહાસિક વાવ

- સુરેન્દ્રનગર જવાના મેઈન હાઈવે હોવાથી સત્વરે ફરી વાવ ફરતે રેલિંગ લગાવવા માંગ

સાયલા : સાયલા મુળી રોડ પર ઐતિહાસિક વાવની રેલિંગ તૂટી જતા અકસ્માતનો ભય ઉભો થયો છે. ત્યારે સત્વરે રેલિંગ બનાવવા માંગણી ઉઠી છે.

સાયલાથી સુરેન્દ્રનગર જવાના મેઈન હાઈવે ઉપર સાયલાથી દોઢ કિ.મી. દૂર ઐતિહાસિક વાવ રોડને અડીને જ આવેલી છે. ત્યારે અકસ્માત ન સર્જાય તે માટે લોખંડની રેલિંગ વાવને ફરતે લગાવવામાં આવી હતી. ત્યારે થોડા દિવસો અગાઉ વાહન ટકરાતા રેલિંગ સંપૂર્ણ તૂટી ગઈ છે. આ રોડ ઉપર સાયલાથી સિદ્ધસર સુધી સાયલાના લોકોના ખેતરો આવેલા હોવાથી ખેડૂતો સહિત લોકોની વ્યાપક અવર-જવર રહેલી છે. સાયલા ખાતે ક્વોરી ઉદ્યોગ પણ મોટા પ્રમાણમાં આવેલો હોવાથી મટિરિયલ ભરી દોડતા ડમ્પરો પણ રાત- દિવસ દોડતા હોય છે. ત્યારે મોટો અકસ્માત ન સર્જાય તે માટે સત્વરે વાવની ફરતે ફરી રેલિંગ ઉભી કરવા માંગણી ઉઠી છે. 

Tags :