ધોળકાના ચીકલી તળાવ રોડ પર વીજ પોલ નમી જતા દુર્ઘટનાની દહેશત
બગોદરાઃ ધોલકાના વોર્ડ નંબર આઠમાં ચીખલી તળાવ રોડ પર વીજ કંપનીના ઇલેકટ્રોનિક વીજ પોલ થાંભલો નમી ગયેલો હોય, કોઇ પણ ક્ષણે થાંભલો પડી જવાની સ્થિતિમાં જવા મળે છે. જેથી રસ્તા પરથી દરરોજ પસાર થતાં રાહદારીઓ, વાહનચાલકો માટે જોખમી બની શકે છે. જ્યારે ચોમાસામાં પવનના કારણે વીજ પોલ થાંભલો પડી શકે તેવી ભીતિ સેવાઇ રહી છે. આ સમસ્યા અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતાં વાહન ચાલકો રસ્તા પરથી અવરજવર કરતા ડરી રહ્યાં છે. દુર્ઘટનાથી કોઇ નિર્દોેષ વ્યક્તિએ પોતાનો જીવ ગૂમાવવાનો વારો આવી શકે છે. વીજ કંપનની દ્વારા નમી પડેલા વીજ પોલ થાંભલો ઉભો કરવામા આવતા જવાબદાર તંત્ર સામે રોષની લાગણી લાગણી જવા મળી રહી છે.