Gujarat

લીંબડીમાં તલસાણીયા બિલ્ડીંગ પાસે સુકાયેલું વૃક્ષ પડવાનો ભય

By GS TEAM
15 Jun 20251 min read
લીંબડીમાં તલસાણીયા બિલ્ડીંગ પાસે સુકાયેલું વૃક્ષ પડવાનો ભય

લીંબડીઃ લીંબડી છાલીયાપરા વિસ્તારમાં આવેલ તલસાણીયા બિલ્ડીંગ પાસે ઘણા સમયથી ઘટાદાર વૃક્ષ સુકાય ગયેલ છે. સુકાય ગયેલા વૃક્ષને કારણે ત્યાંથી પસાર થતાં રાહદારીઓને તથા આસપાસ ના વેપારીઓ ને વૃક્ષ ગમે ત્યારે ધરાશાયી થવાથી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તલસાણીયા બિલ્ડીંગ પાસેના વેપારીઓ એ જણાવ્યું હતું કે હાલ ચોમાસાની સિઝન ચાલુ છે. જેથી ગમે ત્યારે ભારે પવન ફુકાયો કે વરસાદ પડે તો વૃક્ષ ધરાશાયી થવાથી શકયતા હોવાથી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તેમજ વૃક્ષ સામે પીજીવીસીએલનું વીજ ટ્રાન્સફોર્મર હોવાથી વૃક્ષ જો તેની ઉપર પડે તો વીજ પુરવઠો ખોરવાઈ જવાની પણ ભીતિ સેવાઈ રહી છે. જેથી કરીને તંત્ર દ્વારા વહેલી તકે આ વૃક્ષને કાપી નાખવામાં આવે તેવી આસપાસના વેપારીઓની માંગ ઉઠી છે.