Get The App

કચ્છમાં ફોલ્ટલાઈન સક્રિય, ભચાઉ પંથકમાં તીવ્ર ભૂકંપ

Updated: May 14th, 2025

GS TEAM


Google News
Google News
કચ્છમાં ફોલ્ટલાઈન સક્રિય, ભચાઉ પંથકમાં તીવ્ર ભૂકંપ 1 - image


રાજ્યમાં 2 સપ્તાહમાં 5 ધરતીકંપોમાં 4 કચ્છ જિલ્લામાં : માધવપુર-બંઘાડી વચ્ચે મેઘપર ગામ નજીક જમીનથી 20.9 KM ઉંડાઈએ કેન્દ્રબિંદુ : 2 દિવસ પૂર્વે અંજારમાં ધરતીકંપ

રાજકોટ, : તાજેતરમાં કચ્છની ફોલ્ટલાઈન્સ સક્રિય થઈ હોય તેમ માત્ર બે સપ્તાહમાં આ જિલ્લામાં ૨.૫થી વધુ તીવ્રતાના ૪  ભૂકંપ નોંધાયા છે.આજે સાંજે ૬.૫૫ વાગ્યે ભચાઉથી 12 કિ.મી. ઉત્તર-પૂર્વ દિશામાં 3.4ની તીવ્રતાના ધરતીકંપથી ધરતી ધુ્રજી ઉઠી હતી. ગત બે સપ્તાહમાં કચ્છમાં આ છઠ્ઠો ભૂકંપ નોંધાયો છે.  કચ્છ મેઈનલેન્ડ, કેટ્રોલ હિલ, સાઉથ વાગડ, નોર્થ વાગડ સહિત સાતેક ફોલ્ટલાઈન ધરાવતા કચ્છમાં ભૂકંપ સામાન્ય છે અને તે ભૂકંપની સૌથી વધુ શક્યતાવાળા ઝોન-૫માં આવે છે. પૃથ્વીના પોપડાંમાં ભારતીય પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે ઘર્ષણમાં આવે છે જેના પગલે સમયાંતરે વારંવાર નાના-મોટા ભૂકંપ ઉદ્ભવતા રહે છે. 

આજે ઉદ્ભવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ નક્શામાં માધાવપુર અને બંઘાડી ગામ વચ્ચે મેઘપર ગામ પાસે જમીનની અંદર 20.9  કિ.મી.ઉંડાઈએ નોંધાયેલું છે.  હજુ બે દિવસ પહેલા  તા. 12ના મધ્યરાત્રિના 2.25 વાગ્યે અંજારથી 6 કિ.મી.ના અંતરે 2.9નો ભૂકંપ નોંધાયો હતો. જ્યારે તા. 8 મેના દુધઈથી 20 કિ.મી.ના અંતરે 2.7ની તીવ્રતાનો અને તા. 1 મેના રોજ ભચાઉ પંથકમાં ઉત્તર-પશ્ચિમ દિશાએ 2.5નો ધરતીકંપ નોંધાયો હતો.  કચ્છ સિવાય ગુજરાતમાં આ બે સપ્તાહમાં ગત તા.ઉત્તર ગુજરાતમાં વાવથી 27 કિ.મી. પૂર્વ-ઉત્તર દિશાએ ૩.૪નો ધરતીકંપ આવ્યો હતો પરંતુ, તે જમીનની ઉપરી સપાટીએ 4.9 કિ.મી.ની ઉંડાઈએ નોંધાયો હતો. જ્યારે કચ્છમાં પૂર્વ-પશ્ચિમ અનેક ફોલ્ટલાઈન્સના પગલે ત્યાં જમીનમાં વધુ ઉંડાઈએ આંચકા ઉદ્ભવે છે.

Tags :