Get The App

જસમતપુરની કેનાલમાં 27 દિવસ બાદ પિતાનો મૃતદેહ મળ્યો

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
જસમતપુરની કેનાલમાં 27 દિવસ બાદ પિતાનો મૃતદેહ મળ્યો 1 - image

પુત્રના મૃતદેહની ફરી શોધખોળ શરૃ કરાઇ

ઘરકંકાસથી કંટાળેલા પિતાએ પુત્ર સાથે ૨૭ નવેમ્બરે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી

ધ્રાંગધ્રાધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે ગત તારીખ ૨૭ નવેમ્બરના રોજ ૩૫ વર્ષના મહેશભાઈ દાદરેસા (ઠાકોર) ઘર કંકાશ કારણે પોતાના ૦૯ વર્ષના પુત્ર દેવરાજને સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. જે બનાવ અંગે આસપાસની વાડીમાં કામ કરતા મજૂરોને જાણ થતા તાત્કાલિક આ મામલે ગ્રામજનો અને પોલીસને જાણ કરી હતી.

સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને પિતા પુત્રના મૃતદેહને બહાર કાઢવા માટે ફાયરની ટીમની મદદથી કામગીરી શરૃ કરી હતી. જેમાં ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાની ટીમે શોધખોળ હાથ ધરી હતી પરંતુ પિતા પુત્રનો કોઈ જ પતો નહી લાગતા અંતે એનડીઆરએફ ટીમ દ્વારા પણ શોધખોળ કરવા છતાં પિતા અને પુત્રનો મૃતદેહ મળી આવ્યો ન હતો. ત્યારે આ ઘટનાના ૨૭ દિવસ બાદ મંગળવારે સવારના સમયે અચાનક નર્મદા કેનાલના નાળામાં પિતાનો મૃતદેહ તરતો નજરે પડતા ગ્રામજનોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી જેથી કોહવાઈ ગયેલ હાલતમાં પિતા મહેશભાઈ દાદરેસા દ્વારા મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરી હતી તેમજ હજુ કેનાલમાં લાપતા પુત્રના મૃતદેહની ફરીથી શોધખોળ શરૃ કરી છે.