Gujarat

બહેનને હેરાન કરવા મુદ્દે ઠપકો આપવા ગયેલા પિતા, પુત્રને ચાકુના ઘા ઝીંક્યા

By GS TEAM
3 Jul 20252 mins read
બહેનને હેરાન કરવા મુદ્દે ઠપકો આપવા ગયેલા પિતા, પુત્રને ચાકુના ઘા ઝીંક્યા

- કપડવંજ તાલુકાના સિંગાલી ગામની ઘટના

- ઉપરા છાપરી ચાકુના ઘા મારતા ગંભીર ઈજાગ્રસ્ત બંનેને અમદાવાદ ખસેડાયા : પરિવારના સાત શખ્સો સામે ગુનો

કપડવંજ : કપડવંજ તાલુકાના સિંગાલી ગામમાં બહેનને ફોન કરીને હેરાન કરવા બાબતે ઠપકો આપવા ગયેલા પિતા અને પુત્ર ઉપર ચાકુથી જીવલેણ હુમલો કરતા બંનેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે એક જ પરિવારના સાત શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે.

કપડવંજ તાલુકાના સિંગાલી ગામના ઘનશ્યામનગરમાં રહેતા હીતેન્દ્રકુમાર ઉર્ફે રાજુભાઈ પ્રવિણભાઈ ડાભી ખેતીકામ કરે છે. ગત રોજ હિતેન્દ્ર ઉર્ફે રાજુભાઈ અને પિતા પ્રવિણભાઈ પુંજાભાઈ ડાભીની બહેનના મોબાઈલમાં હેરાન કરવા બાબતે સુનીલભાઈ પોપટભાઈ રાઠોડનો નંબર હતો. ત્યારે પિતા અને પુત્ર ઠપકો આપવા સુનીલભાઈ પોપટભાઈ રાઠોડના ઘરે ગયા હતા. જ્યાં સુનિલભાઈ પોપટભાઇ રાઠોડ, નવઘણભાઇ પોપટભાઇ રાઠોડ, પોપટભાઇ દોલાભાઇ રાઠોડ, ભુરીબેન પોપટભાઇ રાઠોડ, સીતાબેન પોપટભાઇ રાઠોડ, સુનિલભાઇની પત્ની તથા નવઘણની પત્નીએ એકસંપ થઇ આવી ગેરકાયદે મંડળી રચી મારી નાખવાના ઇરાદે પ્રવિણભાઈ ડાભીને નવઘણભાઈ રાઠોડે પેટમાં અને હિતેન્દ્ર ડાભીને છાતીમાં ચાકુના ઘા ઝીંકી દીધા હતા. જ્યારે અન્ય શખ્સોએ પકડી રાખી લાકડીઓ ફટકારી હતી. બાદમાં તમામ સાતે શખ્સો ફરાર થઈ ગયા હતા. ગંભીર ઈજાગ્રસ્ત પિતા, પુત્રને અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. આ બનાવ અંગે આધારે આંતરસુબા પોલીસ સ્ટેશનમાં હિતેન્દ્ર ઉર્ફે રાજુભાઈ પ્રવિણભાઈ ડાભીની ફરિયાદના આધારે પોલીસે એક પરિવારના સાત શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેમને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.