Gujarat
યુવક પર હુમલાની ઘટનામાં પિતા, પુત્રની ધરપકડ
By GS TEAM
10 Feb 20261 min read

વડોદરા,દંતેશ્વરમાં જૂના ઘરે સામાન લેવા ગયેલા યુવક પર હુમલો કરવાની ઘટનામાં સામેલ પિતા અને પુત્રની મકરપુરા પોલીસે ધરપકડ કરી છે.
નવાપુરા રબારીવાસમાં રહેતા જય જીતેન્દ્રભાઇ પોમલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, અગાઉ અમે દંતેશ્વર વામ્બે હાઉસિંગ વુડાના મકાનમાં રહેતા હતા. ત્યારે મારા નાના ભાઇ પીયૂષ તથા અમારી સામે રહેતી હિરલ વિજયભાઇ પરમાર ભાગી ગયા હતા.ત્યારબાદ તેઓએ પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેથી, હું મારા જૂના ઘરે સામાન લેવા ગયો હતો. ત્યારે યુવતીના માતા, પિતા તથા ભાઇએ મારા પર હુમલો કર્યો હતો. મને હોકીના ફટકા મારતા ૧૦ ટાંકા આવ્યા હતા. મકરપુરા પોલીસે આ ગુનામાં સામેલ વિજય ઇશ્વરભાઇ પરમાર તથા હિમાંશુ ( બંને રહે. વામ્બે હાઉસિંગ વુડાના મકાનમાં, દંતેશ્વર) ને ઝડપી પાડયા છે.









