Get The App

વડોદરાના શિયાબાગ વિસ્તારમાં પિતાએ પુત્રીની છેડતી કરી

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના શિયાબાગ વિસ્તારમાં પિતાએ પુત્રીની છેડતી કરી 1 - image


Vadodara Molestation Case : વડોદરા શહેરના સિયાબાગ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાની જ 14 વર્ષની પુત્રી સાથે છેડછાડ કરી હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે પત્નીએ નવાપુરા પોલીસ મથકે પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, દીપક પુરોહિત નામનો વ્યક્તિ કર્મકાંડનું કામ કરે છે અને તે અવારનવાર પરિવાર સાથે ઝઘડો કરતો હતો. પત્નીના જણાવ્યા મુજબ, ગઈ 27 તારીખે પણ તેણે ઘરમાં ઝઘડો શરૂ કર્યો હતો. ગુસ્સામાં આવી પત્નીને તેણે બે લાફા ઝીંક્યા હતા, જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી. આ દરમિયાન 14 વર્ષની પુત્રી પોતાના બેડરૂમમાં હતી. આરોપી પિતા ત્યાં જઈને પુત્રી સાથે અશ્લીલ વર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો. માત્ર એટલું જ નહીં, પુત્રીને પણ તેણે માર માર્યો હતો. ઘટનાની ગંભીરતા સમજી માતા અને પુત્રી બંનેએ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ પીડિત પત્નીએ નવાપુરા પોલીસ મથકે પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :