Gujarat

વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા યુવક પર પિતાએ ચાકુથી હુમલો કર્યો

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
વડોદરાના વાડી વિસ્તારમાં રહેતો અસ્થિર મગજનો યુવક ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. દરમિયાન તેનો નાનો ભાઈ અસ્થિર મગજના મોટાભાઈને ઘરે શોધી લાવ્યો હતો. જેથી પિતા બંને ભાઈને ગાળો આપવા લાગ્યા હતા. નાના પુત્રે ગાળો નહી આપવાનું કહેતા પિતા ઉશ્કેરાઈ ગયા હતા અને ચાકુથી માતાના ભાગે હુમલો કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા યુવક પર પિતાએ ચાકુથી હુમલો કર્યો

Vadodara Crime : વડોદરાના વાડી વિસ્તારમાં રહેતો અસ્થિર મગજનો યુવક ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. દરમિયાન તેનો નાનો ભાઈ અસ્થિર મગજના મોટાભાઈને ઘરે શોધી લાવ્યો હતો. જેથી પિતા બંને ભાઈને ગાળો આપવા લાગ્યા હતા. નાના પુત્રે ગાળો નહી આપવાનું કહેતા પિતા ઉશ્કેરાઈ ગયા હતા અને ચાકુથી માતાના ભાગે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 વડોદરા શહેરના વાડી વિસ્તારમાં નાલબંધવાડા ખાતે મુજબીર એપાર્ટમેન્ટમાં રહેતા સદામભાઈ સબીરભાઈ મન્સુરીએ ફરીયાદ નોંધાવી છે કે ગઈ 17 જૂનના રોજ રાત્રીના આશરે સાડા બારેક વાગ્યા નોકરી પરથી ઘરે આવ્યો હતો. ત્યાર બાદ ઘરે જમી કરીને મારી પત્ની સાથે મારી સાસરીમાં નાગરવાડા ખાતે ગયો  હતો. ત્યારબાદ ત્યાંથી આશરે રાત્રીના 11 વાગ્યે ઘરે આવ્યો હતો. તે વખતે મારા પપ્પા કહેતા હતા કે અબ્દુલ કાદિર ઘરેથી ક્યારનો જતો રહેલ છે. જેથી હું મોટાભાઈને શોધીને લઈને આવું છું તેમ કહી હું મારા મોટાભાઈ ને શોધવા નીકળ્યો હતો. તે વખતે મારો ભાઈ મને અમારા મહોલ્લામાં આવેલ અઝમેરી ફાલુદા પાસે મળી આવતા તેને પોણા બારેક વાગ્યે ઘરે થઈ આવ્યો હતો. દરમિયાન મારા પપ્પા મોટોભાઈ ઉપર ગુસ્સે થઈ ગયા હતા અને તું કેમ ઘરેથી કહ્યા વગર જતી રહે છે? તો મે મારા પપ્પાને કહ્યું કે એ ગાંડો છે એને કેમ બોલો છો? તેમ કહેતા મારા પપ્પા મને ગાળો આપવા લાગ્યા હતા હતા અને ઉશ્કેરાઇ ગયા હતા અને માળીયામાંથી ચપ્પુ કાઢી મને માથામાં મારી દીધું હતું. મને મારી પત્ની તથા મારા જીજાજી એસ.એસ.જી.હોસ્પીટલ ખાતે સારવાર માટે લઈ આવ્યા હતા. વડી પોલીસે ગુનો નોધી પિતા સામે કાર્યવાહી શરૂ કરાઈ છે.