Get The App

પંચમહાલમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા પિતા અને ત્રણ દીકરીઓના કરૂણ મોત

Updated: Apr 18th, 2025

GS TEAM

Google News
Google News
પંચમહાલમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા પિતા અને ત્રણ દીકરીઓના કરૂણ મોત 1 - image

Panchmahal Accident Incident : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અકસ્માતની ઘટના વધતી હોવાનું સામે આવ્યું છે, ત્યારે પંચમહાલમાં ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ છે. ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પિતા અને ત્રણ દીકરીના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પિતા અને ત્રણ માસુમ દીકરીના મોત

મળતી માહિતી મુજબ, પંચમહાલના ગોધરા-વડોદરા હાઇવે પર તૃપ્તિ હોટેલ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ધોધંબા તાલુકાના બોર ગામ વ્યક્તિ પોતાની ત્રણ દીકરી સાથે બાઈક પર લગ્નમાં જઈ રહ્યા હતા, ત્યારે ટ્રક ચાલકે અડફેટે લીધી હતા. અકસ્માતની આ ઘટનામાં પિતા અને ત્રણેય માસુમ દીકરીના મોત નીપજ્યા હતા. 

પંચમહાલમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા પિતા અને ત્રણ દીકરીઓના કરૂણ મોત 2 - image

અકસ્માત બાદ ટ્રકચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને મૃતકોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. જ્યારે પરિવારે પોતાના સ્વજનો ગુમાવતા શોકનો માહોલ છવાયો છે. 

આ પણ વાંચો: અંબાજીથી આબુ જતો 32 કિલોમીટરનો રોડ બંધઃ સિયાવા મેળાને કારણે અપાયું ડાયવર્ઝન

મૃતકોની યોદી 

રાજેન્દ્રસિંહ ચૌહાણ, (ઉં.વ. 36)

વર્ષા રાજેન્દ્રસિંહ ચૌહાણ, (ઉં.વ.12)

મનીષા રાજેન્દ્રસિંહ ચૌહાણ, (ઉં.વ.10)

નયના રાજેન્દ્રસિંહ ચૌહાણ, (ઉં.વ. 3)