Gujarat

દારૂ વેચાણનો વીડિયો ઉતાર્યાંની દાઝે પિતા-પુત્રને માર મારી ધમકી આપી

By GS TEAM
19 Mar 20261 min read
દારૂ વેચાણનો વીડિયો ઉતાર્યાંની દાઝે પિતા-પુત્રને માર મારી ધમકી આપી

બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

6 શખ્સોએ છરી, પાઈપ અને ઢીકા પાટુંનો માર મારી ઈજા પહોંચાડી

ભાવનગર: શહેરના અક્ષરપાર્કમાં દારૂ વેચાણનો વીડિયો ઉતાર્યાંની દાઝે પિતા-પુત્રને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ બોરતળવા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના કુંભારવાડા અમર સોસાયટીમાં રહેતા સંજનાબેન ચંદુભાઈ સોલંકીએ બોરતળાવ પોલીસ મથકમાં રામદાસ મનસુખભાઈ સોલંકી, રાજેશ મનસુખભાઈ સોલંકી, અક્ષય મનસુખભાઈ સોલંકી રામદાસનો મામાનો દિકરો રવિ, રામદાસના મામા ભરત અને ભરતભાઈનો દિકરો અનિલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત રામદાસ અને તેની માતા શારદાબેન પહેલા દારૂનું વેચાણ કરતા હોય જે બાબતે તેમના ઘરવાળાએ અગાઉ વીડિયો ઉતારેલ હોય જેની દાઝ રાખી ગત તા.૧૭-૦૩ના રોજ રાત્રિના ૧૧.૩૦ કલાકના અરસામાં અક્ષરપાર્ક ૩૦ નંબરની શેરી નિશાળ પાસે ઉક્ત લોકોએ તેમના પતિ અને દિકરાને છરી, પાઈપ અને ઢીકા પાટુંનો મુઢ માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે બોરતળાવ પોલીસે ગુનો નોંધ્યો છે.