ભંકોડામાં સુઈ રહેલાં પિતા-પુત્રને સાપે દંશ માર્યો, પુત્રનું મોત
6 વર્ષના બાળકથી પરિવારમાં શોકનો માહોલ
પિતાને
કડીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયાં ઃ હાલ તબિયત સ્થિર
માંડલ -
ભંકોડા ગામે એક મકાનની અંદર જમીન ઉપર સુઈ રહેલાં
પિતા-પુત્રને સાપ કરડયો હતો. જેમાં સર્પદંશથી પુત્રનું મૃત્યુ નીપજ્યું હતું
જ્યારે પિતાને કડીની હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયાં હતાં. ૬ વર્ષના બાળકના મોત
પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
દેત્રોજ
તાલુકાના રામપુરા નજીક આવેલ ભંકોડા ગામે મંગળવારની મોડી રાત્રીએ ઈન્દિરાપરા
વિસ્તારમાં રહેતાં એક પરિવારમાં પિતા અને પુત્ર પોતાના ઘરે જમીન સુઈ રહ્યાં હતાં.
ત્યારે એક સાપ ૬ વર્ષના પુત્ર અને પિતાને
કરડયો હતો. આ ઘટનાની જાણ પરિજનોને થતાં પિતા-પુત્ર બંનેને ખાનગી વાહનમાં કડીની
હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં કડીની ખાનગી હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે છ વર્ષના
પુત્ર જયેશને મૃત જાહેર કર્યો હતો અને પિતા પંકજભાઈ રાવળને સારવાર અર્થે ખસેડવામાં
આવ્યાં હતાં. શ્રમિક પરિવારના ૬ વર્ષના પુત્રનું સાપ કરડતાં મૃત્યુ થતાં પરિવારમાં
શોકની લાગણી પ્રસરી હતી. સારવાર દરમિયાન પંકજભાઇની તબીયત સ્વસ્થ થતી હોવાનું
પરિવારમાંથી જાણવા મળ્યું છે.