ખંભાળિયાનો મેળો પૂર્ણ કરીને સિક્કા બાઈકમાં પરત ફરી રહેલા પિતા-પુત્રને કારના ચાલકે હડફેટમાં લેતાં ઇજાગ્રસ્ત બન્યા
Jamnagar Accident : જામનગર તાલુકાના સિક્કામાં રહેતા ધર્મેન્દ્રભાઈ અમરશીભાઈ રાઠોડ (30 વર્ષ) કે જે ખંભાળિયામાં યોજાયેલા મેળામાં પોતાનું બાઇક લઈને તેમના પત્ની આશાબેન તથા પુત્ર પાર્થિકને બેસાડીને ગયા હતા, અને મેળો પૂરો કરીને 27મીના રાત્રિના પરત ફરી રહ્યા હતા.
જે દરમિયાન સિક્કામાં પંચવટી રોડ પર સામેથી આવી રહેલી જી.જે. 2 સીજી 9054 નંબરની કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક ચાલક ધર્મેન્દ્રભાઈ અને તેના પુત્ર પાર્થિકને નાની મોટી ઈજા થઈ છે, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. સિક્કા પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો છે.