Get The App

દૂધ મંડળીના હિસાબ અંગે આક્ષેપ કરી ઝઘડો કરતા પિતા, પુત્ર

તલવાર લઇને ધસી આવ્યા : જાનથી મારી નાખવાની ધમકી આપી

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
દૂધ મંડળીના હિસાબ અંગે આક્ષેપ કરી ઝઘડો કરતા  પિતા, પુત્ર 1 - image

વડોદરા,નંદેસરી નજીકના રૃપાપુરા મહિલા દૂધ મંડળીના મહિલા મંત્રી પર આક્ષેપ કરી ધમકી આપનાર પિતા પુત્ર સામે નંદેસરી  પોલીસે ગુનો દાખલ કર્યો છે.

નંદેસરી ગામમાં રહેતા પ્રેમીલાબેન કલ્પેશભાઇ ગોહિલ મહિલા દૂધ મંડળી રૃપાપુરાના મંત્રી છે. નંદેસરી  પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે  કે, ગઇકાલે સાંજે સાત વાગ્યે નંદેસરી રૃપાપુરા ખાતે દૂધ ભરવાનું કામ ચાલતું હોઇ હું તથા મારા  પતિ ત્યાં ઊભા  હતા. તે દરમિયાન અમારા ગામમાં રહેતા પ્રભાતસિંહ મેલસિંહ ગોહિલે આવીને આક્ષેપ કરતા કહ્યું કે, તમે દૂધ મંડળીના રૃપિયા ખાઇ ગયા છો, હિસાબ આપતા નથી.મેં તથા મારા પતિએ તેઓને ગાળો બોલવાની ના પાડતા પ્રભાતસિંહ ત્યાંથી જતા રહ્યા હતા. થોડીવાર પછી પ્રભાતસિંહ તથા તેમનો પુત્ર હીરલ આવ્યા હતા. તેના હાથમાં તલવાર  હતી.તેઓએ ત્યાં આવી ગાળો બોલી ઝપાઝપી શરૃ કરી હતી. આજુબાજુના લોકોએ છોડાવ્યા હતા. પ્રભાતસિંહ તથા તેમના પુત્રે જતા જતા  તલવાર બતાવી જાનથી મારી નાખવાની  ધમકી આપી હતી.