પિતા- પુત્રએ વૃદ્ધને ગડદાપાટુંનો માર માર્યો
તરસાલી ચોકડી ભાલીયાપુરા ગામ ખાતે રહેતા 52 વર્ષીય જશુભાઈ ઠાકરડા છૂટક મજૂરી કરે છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈકાલે સાંજે મે પૌત્રીને ટ્યુશન ક્લાસીસથી લઇ ઘરે પરત જઈ રહ્યો હતો. તે વખતે હિંમતનગર પાસે સામંતસિંહ બળવંતસિંહ રાઠોડ અને અલ્પેશ સામંતસિંહ રાઠોડ (બંને રહે- સૂર્ય નગર, તરસાલી બાયપાસ) એ મને રોકી ગાળો કોને બોલો છો ? તેમ કહેતા મે કહ્યું હતું કે, હું કોઈને ગાળો બોલતો નથી. ત્યારબાદ પિતા- પુત્રએ અચાનક ઉશ્કેરાઈ જઈ મને ત્રણ લાફા મારી લાકડા વડે ગડદાપાટુનો માર માર્યો હતો. ઉક્ત ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.