જામનગરના બેડી વિસ્તારમાં રહેતા પિતા-પુત્ર પર છરી વડે હુમલો : પાંચ શખ્સો સામે ફરિયાદ
Jamnagar Crime : જામનગર નજીક બેડી વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા હુસેન વલી મોહમ્મદભાઈ ઝેડા નામના 40 વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે બેડી વિસ્તારમાં જ રહેતા જાફર અબ્દુલભાઈ ખત્રી, કાસમ અબ્દુલભાઈ ખત્રી, સલીમ અબ્દુલભાઈ ખત્રી, હમીદ હુસેનભાઇ ખત્રી, અને સલમાન અબ્દુલભાઈ ખત્રી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બંને ઇજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉપરોક્ત આરોપીઓ ફરિયાદી હુશેનભાઇના પુત્ર ઉપર છરી વડે હુમલો કરી રહ્યા હતા, અને જુની અદાવતનું મનદુઃખ રાખીને આ હુમલો કરાયો હતો. જેને પિતા સારવાર માટે લઈ આવતા હતા, જે દરમિયાન તેના ઉપર પણ હુમલો કરી દેવાયો હતો. પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.