Gujarat

બોટાદમાં માતા - પુત્ર પર પિતા - પુત્રએ છરી બતાવી હુમલો કર્યો

By GS TEAM
24 May 20261 min read
બોટાદમાં માતા - પુત્ર પર પિતા - પુત્રએ છરી બતાવી  હુમલો કર્યો

મહિલાને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડાઈ

રીક્ષામાં પેસેન્જર ભરવા મામલે માથાકૂટ થતા માર મારી ધમકી આપી

ભાવનગરબોટાદમાં રીક્ષામાં પેસેન્જર ભરવા મામલે પિતા પુત્રએ માતા પુત્રને માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.

બોટાદના ચરમાળીયા દાદાના મંદિર પાસે રહેતા કમુબેન જગદીશભાઈ લીંબાડિયાના પતી તથા મોટો દિકરો રીક્ષા ચલાવતા હોય કમુબેનના પતી જગદીશભાઈએ કમુબેનના ભાઈના ઘર પાસેથી પેસેન્જર બેસાડી જતા રહ્યા હતા. તે લાખા જોગરાણા જોઈ જતા  રામભાઈ લાખાભાઈ જોગરાણાને ફોન કરી બોલાવી રામએ કમુબેનના દિકરાને ગાલ પર લાફો મારી જેમ ફાવે તેમ ગાળો આપી હતી.દરમિયાનમાં કમુબેન પુત્રને બચાવવા જતા કમુબેનને છરી બતાવી પેટમા તથા પેડુના ભાગે પાટુ મારી મુંઢ ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી હતી.ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી આ બનાવ સંદર્ભે કમુબેનએ પિતા પુત્ર વિરૃધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.