Gujarat
લગ્નની લાલચે દુષ્કર્મના ગુનામાં પિતા પુત્રની ધરપકડ
By GS TEAM
14 Sep 20251 min read

બાપોદ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતીએ ફરિયાદમાં કહ્યું હતું કે, મારી વર્ષ 2021માં મારી સગાઈ ચિરાગ શ્રીમાળી (રહે - હરિઓમ નગર, બાપોદ ) સાથે વર્ષ થઈ હતી. વર્ષ 2022માં ચિરાગ મને તેની ફોઈના ઘરે લઈ ગયો હતો. અને ત્યાં મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જો કે, ત્યારબાદ મનમેળ ન થતા સગાઈ તૂટી ગઈ હતી. યુવતીની ફરિયાદના આધારે જે.પી.રોડ પોલીસે ચિરાગ તથા તેના પિતાની લગ્નની લાલચે દુષ્કર્મના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.









