Gujarat

રાણપુરના ખોખરનેશ ગામ પાસે અકસ્માતમાં પિતા-પુત્રીનું મોત

By GS TEAM
2 Apr 20261 min read
રાણપુરના ખોખરનેશ ગામ પાસે અકસ્માતમાં પિતા-પુત્રીનું મોત

અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જ્યો, ગુનો નોંધાયો

પતિ-પત્નિ અને દિકરી નાગનેશ ગામેથી બોટાદ આવી રહ્યાં હતા, પત્નિ પણ ઈજાગ્રસ્ત

ભાવનગર: રાણપુર તાલુકાના ખોખરનેશ ગામ પાસે બાઈક પર જઈ રહેલા પતિ-પત્નિ અને પુત્રીને અકસ્માત નડયો છે. જેમાં પિતા-પુત્રીનું મોત નિપજ્યું છે. જ્યારે પત્નિને ઈજા પહોંચી છે. બનાવ અંગે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો છે.

બોટાદના સાલૈયા ગામે રહેતા જગદીશભાઈ બચુભાઈ વનાળીયાએ રાણપુર પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેના દિકરા વિજયભાઈ તેમની પત્નિ પારૂલબેન અને પુત્રી તન્વી સાથે જીજે-૩૮-એજી-૫૨૪૫ નંબરની મોટર સાયકલમાં નાગનેશ ગામથી બોટાદ આવી રહ્યાં હતા ત્યારે મિલિટ્રી રોડ ખોખરનેશના કાચા રસ્તે અજાણ્યો વાહન ચાલક તેમની સાથે અકસ્માત સર્જી નાસી છૂટયો હતો. જેમાં વિજયભાઈને તેમની દિકરી તન્વીબેનને ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે પારૂલબેન ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે રાણપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.