Gujarat

વલભીપુર પાસે હિટ એન્ડ રનની કરુણ ઘટના: પીકઅપની ટક્કરે ગંભીર રીતે ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત

By GS TEAM
18 Dec 20251 min read
TukuTouch Logo
રાજ્યમાં માર્ગ અકસ્માતો અને હિટ એન્ડ રનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે વલભીપુર-બરવાળા રોડ પર વધુ એક લોહીયાળ અકસ્માત સર્જાયો છે. વલભીપુર પાસે આવેલી કલ્યાણપુર ચોકડી નજીક ગુરુવારે બપોરે એક અજાણ્યા પીકઅપ વાહને યુવકને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વલભીપુર પાસે હિટ એન્ડ રનની કરુણ ઘટના: પીકઅપની ટક્કરે ગંભીર રીતે ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત
AI IMAGE

Bhavnagar Accident News:  રાજ્યમાં માર્ગ અકસ્માતો અને હિટ એન્ડ રનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે વલભીપુર-બરવાળા રોડ પર વધુ એક લોહીયાળ અકસ્માત સર્જાયો છે. વલભીપુર પાસે આવેલી કલ્યાણપુર ચોકડી નજીક ગુરુવારે બપોરે એક અજાણ્યા પીકઅપ વાહને યુવકને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે બપોરના સમયે વલભીપુર-બરવાળા રોડ પરથી પસાર થઈ રહેલા ઋષીરાજસિંહ હાલુંભા ગોહિલ નામના યુવકને એક પુરપાટ ઝડપે આવતા પીકઅપ વાહને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ઋષીરાજસિંહને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સારવાર દરમિયાન તોડ્યો દમ

અકસ્માત બાદ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મોડી રાત્રે ટૂંકી સારવાર બાદ યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમાચાર મળતા જ પરિવાર અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

આ સમગ્ર હચમચાવી દેનારી ઘટનાના સી.સી.ટી.વી. (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે બેફામ વાહનચાલકે યુવકને અડફેટે લીધો હતો. આ ફૂટેજના આધારે પોલીસે ફરાર વાહનચાલકની શોધખોળ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક લોકોમાં રોડ પર બેફામ દોડતા વાહનો અને વધતા જતા અકસ્માતોને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.