Get The App

ગઢડા નજીક લક્ઝરી બસ અને છકડા વચ્ચે અકસ્માત, એકનું મોત, એક ઇજાગ્રસ્ત

Updated: Jun 7th, 2025

GS TEAM

Google News
Google News
ગઢડા નજીક લક્ઝરી બસ અને છકડા વચ્ચે અકસ્માત, એકનું મોત, એક ઇજાગ્રસ્ત 1 - image

Accident News : ગઢડા નજીક લક્ઝરી બસ અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. લક્સરી બસે રિક્ષાને ટક્કર મારતાં એક મુસાફરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષા ચાલકને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર ગઢડા નજીક મેઘવડીયા ગામના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મેઘવડીયા ગામના પાટીયા પાસે ભાવસંગભાઇ મેર મુસાફરોની રાહ જોઇને ઉભા હતા. તે દરમિયાન એક ખાનગી લક્સરી બસે છકડાને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેની ઓળખ સુભાષભાઇ સાથળીયા (સાળંગપરડા) તરીકે થઇ છે. મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 

જ્યારે આ અકસ્માતમાં છકડા ચાલક ભાવસંગભાઇને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.