Gujarat

ઢસા નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, અમદાવાદના બે યુવાનના મોત

By GS TEAM
25 Dec 20251 min read
ઢસા નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, અમદાવાદના બે યુવાનના મોત

- એક યુવકને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો 

- 3 યુવાન ઢસાથી અમદાવાદ કાર લઈને જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ગઢડા : ગઢડા તાલુકાના ઢસા નજીક ગઢડા રોડ ઉપર મોડી રાત્રે એક ટ્રક અને સ્વિફ્ટ મોટર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા કારમાં બેઠેલા બે યુવકોના ઘટના સ્થળે મોત થતા ભારે અરેરાટી ફેલાઇ જવા પામી છે.

અમદાવાદના ત્રણ યુવકો પોતાની પાસે રહેલી સ્વિફ્ટ મોટર કાર નંબર જી.જે.૨૭ સીએમ ૬૫૭૪ માં ઢસાથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તા ઉપર પૂરપાટ ઝડપે આવતા ટ્રક નંબર આરજે ૭ જીઈ ૪૭૯૧ સાથે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત એટલો ગમખ્વાર હતો કે ,કારમાં ઢસાથી અમદાવાદ તરફ જઈ રહેલા હાદકભાઈ ધીરેન્દ્રભાઈ ઠક્કર (ઉં.વ ૩૯ ,રહે એ /૫૦૧, રાધે હાઈટ્સ, હાથીજણ ચાર રસ્તા અમદાવાદ ) અને જીમીતભાઈ ભરતભાઈ રાજાણી (ઉં.વ ૩૭ ,રહે સેક્ટર ૭, સનસિટી, બોપલ સાઉથ અમદાવાદ ) ના સ્થળ પરજ મોત નીપજ્યા હતા.જ્યારે ધર્મેશભાઈ ઠક્કરને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાની જાણ થતાની સાથેજ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે અકસ્માત બાદ મૃતક યુવકોના સ્વજનની રાહ જોતા મોડી સાંજ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી.