Get The App

વાડદ રોડ નજીક ગરનાળું ચોકઅપ થઈ જતા ચોમાસામાં ખેડૂતોને નુકસાન

Updated: Dec 8th, 2025

GS TEAM

Google News
Google News
વાડદ રોડ નજીક ગરનાળું ચોકઅપ થઈ જતા ચોમાસામાં ખેડૂતોને નુકસાન 1 - image

- જૂના નાળા પર નવા રોડની કામગીરી હાથ ધરાઈ 

- 8 વર્ષ પહેલા સરકારને રજૂઆત કરતા સ્ટેટ હાઈવેના અધિકારીઓએ સ્થળ તપાસ કરી હતી

ઠાસરા : ખેડા જિલ્લાના ગર્લતેશ્વરના વાડદ ગામ પાસેથી પસાર થતા રાજ્ય ધોરી માર્ગ પર ડામરનો રોડ બનવાની કામગીરી ચાલી રહી છે. વાડદ ગામના ખેડૂતોની ૨૦૦ હેકટર જમીનમાં ૨૦૧૭માં બનાવેલા રોડ ઉપરના નાળામાંં માટી અને કચરો ભરાઇ જતા નાળું ચોકઅપ થઇ જતા ૨૦૦ હેકટર જમીનના ખેતરોમાંથી વરસાદના પાણીનો નિકાલ ના થતા ખેડૂતોનો ઉભો પાક નાશ પામે છે.

ઠાસરા નગરપાલિકાના બળિયાદેવથી નીકળી હડમતીયા ઇન્દોર હાઈવેને જોડતા રસ્તા ઉપર આવેલા વાડદ ગામના ખેડૂતોએ જૂનું નાળું તોડી નવું સાયફન જેવું નાળું બનાવવા માટે ગુજરાત સરકારને  આઠ વર્ષ પહેલા લેખિતમાં રજૂઆત કરતા સ્ટેટ હાઈવેના અધિકારીઓ સ્થળ તપાસ માટે આવી આવ્યા હતા. પરંતુ આઠ વર્ષ પછી જૂના નાળાંને તોડી નવું નાળું બનાવવાની કોઈ કે જૂના નાળાની સાફ સફાઈ કરાવવામાં આવી નથી. રોડ ઉપરનું નાળું તદ્દન પુરાઈ ગયું છે અને નવું નાળું બનાવવાની કામગીરી હાથ ધરાઈ નથી. જૂના નાળા ઉપર જ નવો ડામર રોડ બનાવવાની કામગીરી ચાલુ કરી દીધી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ગામના ૨૦૦ હેક્ટર જમીનમાં દર વર્ષે ચોમાસાના પાણીનો નિકાલ નહીં થતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે.