Gujarat

ડિજિટલ એરેસ્ટના કારણે વડોદરામાં ખેડૂતના આપઘાતનો કેસ, સુરતથી 2 આરોપીની ધરપકડ

By GS TEAM
26 Nov 20251 min read
TukuTouch Logo
ડિજિટલ યુગમાં સાયબર માફિયાઓ અલગ-અલગ પ્રકારે ભોળા માણસો સાથે છેતરપિંડી આચરીને લાખો રૂપિયા પડાવી લેતા હોવાની ઘટના સામે આવતી હોય છે. જેમાં થોડા દિવસ પહેલા વડોદરાના એક ખેડૂતને ડિજિટલ એરેસ્ટ કરીને 40 કરોડના ફ્રોડમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આરોપીના દબાણમાં ખેડૂતે આપઘાત કર્યો હતો. સમગ્ર મામલે ડભોઈ પોલીસે સુરતથી 2 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડિજિટલ એરેસ્ટના કારણે વડોદરામાં ખેડૂતના આપઘાતનો કેસ, સુરતથી 2 આરોપીની ધરપકડ

Baroda News : ડિજિટલ યુગમાં સાયબર માફિયાઓ અલગ-અલગ પ્રકારે ભોળા માણસો સાથે છેતરપિંડી આચરીને લાખો રૂપિયા પડાવી લેતા હોવાની ઘટના સામે આવતી હોય છે. જેમાં થોડા દિવસ પહેલા વડોદરાના એક ખેડૂતને ડિજિટલ એરેસ્ટ કરીને 40 કરોડના ફ્રોડમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આરોપીના દબાણમાં ખેડૂતે આપઘાત કર્યો હતો. સમગ્ર મામલે ડભોઈ પોલીસે સુરતથી 2 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરામાં ખેડૂતના આપઘાતનો કેસમાં 2 આરોપીની ધરપકડ

મળતી માહિતી મુજબ, વડોદરાના ડભોઈ તાલુકાના કાયાવરોહણમાં અતુલભાઈ હીરાભાઈ પટેલ(ઉં.વ.65)ને દિલ્હી ATSના નામે ફોન આવ્યો હતો. જેમાં આરોપીઓએ અતુલભાઈને તમારા ખાતામાં 40 કરોડનું ફ્રોડ થયું હોવાનું કહીને ધમકાવ્યા હતા અને એક દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી રાખ્યા હતા. આરોપી દ્વારા ધમકાવતા અને સતત દબાણ કરતાં ગત 17 નવેમ્બરના રોજ અતુલભાઈએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.

આ પણ વાંચો: 'તમારા ખાતામાં 40 કરોડનું ફ્રોડ થયું છે', ડિજિટલ એરેસ્ટ બાદ ગુજરાતમાં આપઘાતનો પહેલો બનાવ, વડોદરાના ખેડૂતે જીવન ટૂંકાવ્યું

ડિજિટલ એરેસ્ટના કારણે વડોદરામાં ખેડૂતના આપઘાતનો કેસ મામલે પોલીસે સુરતના વરાછા વિસ્તારથી નિકુંજ નરેશભાઈ પાનેસરીયા અને હેનિલ ભાવેશ પાનેસરીયા નામના બે આરોપીની ધરપકડ કરી છે. ડિજિટલ એરેસ્ટ કરવાની ઘટના મામલે પોલીસ દ્વારા બંને આરોપીની પૂછપરછ હાથ ધરી છે.