ખેતી બચાવો સત્યાગ્રહ: સાવરકુંડલામાં દેવા માફી સહિતના 15 મુદ્દે પ્લે કાર્ડ-બેનર સાથે ખેડૂતોનું આંદોલન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli News : ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ખેતીપાક નષ્ટ થતાં નોંધારા બનેલા ખેડૂતોની ખેતી બચાવવા મેદાને ઉતર્યા છે. આ દરમિયાન કોંગ્રેસ દ્વારા ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન આરંભ કર્યો છે. જેમાં અમરેલીના વાડિયાથી બગસરા, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, લીલીયા બાદ ગુરુવારે (6 નવેમ્બર) સાવરકુંડલા ખાતે ખેડૂતોની વિશાળ જનમેદની વચ્ચે ખેતી બચાવવા ખેડૂતો અને કોંગ્રેસના નેતાઓ ખેડૂતોના દેવા માફી સહિતના 15 મુદ્દાને લઈને આંદોલન કર્યું.

અમરેલીમાં ખેડૂતોને ખેતીમાં ચડેલા દેવાની માફી સાથે સરકાર ખેડૂતોની વ્હારે આવે તેવી માંગણીઓ સાથે આંદોલન કર્યું. જેમાં પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની આગેવાનીમાં ખેડૂતોની 15 મુદ્દાઓ સાથે ખેડૂતોને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. આ સત્યાગ્રહ આંદોલનમાં કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે જાહેર મંચ પરથી ધારાસભ્ય મહેશ કસવાળાને આડે હાથ લીધા હતા. લીલીયા સત્યાગ્રહ આંદોલનમાં આવેલા એક સરપંચને મોબાઇલમાં મીઠી ભાષામાં ઠપકો આપતા કસવાળાનો ઑડિયો વાઇરલ કર્યો હતો.

સત્યાગ્રહ આંદોલન બાદ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણી અને પ્રતાપ દુધાત બળદ ગાળામાં પ્લે કાર્ડ, બેનર લઈને વિશાળ સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. બળદ ગાડા સાથે ટ્રેક્ટર લઈને પલળી ગયેલા કપાસ, મગફળી લઈને ખેડૂતો સાથે નેતાઓ પ્રાંત કચેરી પહોંચીને આવેદનપત્ર મારફતે ખેડૂતોના દર્દની વેદનાની હૈયાવરાળ ઠાલવી હતી.










