Get The App

ચુડાના ચોકડી ગામે 10 દિવસથી વીજ ફીડર બંધ રહેતાં ખેડૂતોને હાલાકી

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
ચુડાના ચોકડી ગામે 10 દિવસથી વીજ ફીડર બંધ રહેતાં ખેડૂતોને હાલાકી 1 - image


- વાંરવાર રજૂઆતો છતાં ફીડર શરૂ ન થતાં આક્રોશ

- ફીડર બંધ રહેતા ચોમાસુ વાવેતરને વ્યાપક નુકસાન : વર્ક લોડ વધુ હોવાથી વીજ તંત્રનો સ્ટાફ વધુ મુકવા માંગ

ચુડા : ચુડા તાલુકાના ચોકડી ગામે દસ દિવસથી વીજ ફીડર બંધ રહેતાં ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેને લઈને ખેડૂતોએ ચુડા પીજીવીસીએલ કચેરી ખાતે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા વીજ ફીડર શરૂ કરવાની કામગીરી હાથ ન ધરવામાં આવતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. 

રોષે ભરાયેલા ખેડૂતોએ ચુડા પીજીવીસીએલ કચેરી ખાતે જઈને આવેદનપત્ર આપીને રજુઆત કરતાં જણાવ્યું હતું ચોકડી ગામમાં જેપર ફીડર, નર્મદા ફીડર, કિશાન ફિડર, વેળાવદર ફીડર, વીર હનુમાન ફીડર, મેલડી ફીડર સહિતના ખેતરોમાં છેલ્લા દસ દિવસથી લાઈટ આવેલ નથી. ગામ મોટું તથા ફીડર વધારે હોવાથી વર્ક લોડ વધુ હોય જેથી પીજીવીસીએલનો સ્ટાફ વધારે મુકવામાં આવે તથા  ચોમાસું વાવેતર કરી દીધેલ હોય પરંતુ દસ દિવસથી લાઈટ ન આવવાના કારણે અમારૂ બીયારણ નિષ્ફળ ગયેલ જતાં નાણાંમાં ન આકી શકાય તેવું નુકસાન પહોચ્યું છે. તથા પીજીવીસીએલ કચેરી ખાતે ફોલ્ટ લખાવવા માટે ફોન કરીએ ત્યારે કચેરીમાં ફોન કોઈ કોલ રીસીવ કરતું નથી. અમારે લાઈટ ક્યારે આવશે તે કોઈ જાણવું હોય તો જાણી શકાતું નથી. જેથી કરીને તંત્ર ના ઉચ્ચ અધિકારીઓ ખેડુતોની વેદના સમજીને તાત્કાલિક લાઈટ ચાલુ કરવા તથા સમયસર લાઈટ આપવામાં આવે તેમજ જ્યારે ખેડૂતો દ્વારા લાઈટ નો ફોલ્ટ લખાવવા માટે ફોન કરવામાં આવેતો ફોન ઉઠાવીને ફોલ્ટ લખાવવા આવે તેવા કર્મચારીને ફોલ્ટ લખવા માટે મુકવામાં આવે તેવી ચોકડી ગામના ખેડૂતોની ઉગ્ર માંગ ઉઠી છે. 

Tags :