Get The App

કપાસની આયાત ડ્યુટી રદ કરવાના નિર્ણય સામે બોટાદમાં ખેડૂતોનો વિરોધ, ઉગ્ર આંદોલનની ચીમકી

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
કપાસની આયાત ડ્યુટી રદ કરવાના નિર્ણય સામે બોટાદમાં ખેડૂતોનો વિરોધ, ઉગ્ર આંદોલનની ચીમકી 1 - image

Botad News : બોટાદ જિલ્લાના ગઢડા માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતોની બેઠક યોજાઈ હતી. સરકાર દ્વારા કપાસની આયાત પરની ડ્યુટી રદ કરવાના નિર્ણયના વિરોધમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

કપાસની આયાત ડ્યુટી રદ કરવાના નિર્ણય સામે બોટાદમાં ખેડૂતોનો વિરોધ, ઉગ્ર આંદોલનની ચીમકી 2 - image

ખેડૂતોએ સરકારના આ નિર્ણયને 'ખેડૂત વિરોધી' ગણાવ્યો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેનાથી કપાસ પકવતા ખેડૂતો પાયમાલ થશે. કિસાન સંઘે સરકારને આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવાની માગ કરી છે.

કપાસની આયાત ડ્યુટી રદ કરવાના નિર્ણય સામે બોટાદમાં ખેડૂતોનો વિરોધ, ઉગ્ર આંદોલનની ચીમકી 3 - image

આ પણ વાંચો: 'MLA-MP ગુમ થયેલ છે', અમદાવાદના નાનાચીલોડામાં પાણી-ખરાબ રોડને લઈને સ્થાનિકોનો વિરોધ

જો સરકાર પોતાનો નિર્ણય પાછો નહીં ખેંચે, તો આગામી દિવસોમાં રસ્તા રોકો, ચક્કાજામ, રેલી અને આવેદનપત્ર જેવા ઉગ્ર આંદોલનો કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ બેઠકમાં ખેડૂતોએ સંયુક્તપણે આંદોલન કરીને લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

કપાસની આયાત ડ્યુટી રદ કરવાના નિર્ણય સામે બોટાદમાં ખેડૂતોનો વિરોધ, ઉગ્ર આંદોલનની ચીમકી 4 - image