Gujarat

કપાસની આયાત ડ્યુટી રદ કરવાના નિર્ણય સામે બોટાદમાં ખેડૂતોનો વિરોધ, ઉગ્ર આંદોલનની ચીમકી

By GS TEAM
21 Sep 20251 min read
TukuTouch Logo
બોટાદ જિલ્લાના ગઢડા માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતોની બેઠક યોજાઈ હતી. સરકાર દ્વારા કપાસની આયાત પરની ડ્યુટી રદ કરવાના નિર્ણયના વિરોધમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

કપાસની આયાત ડ્યુટી રદ કરવાના નિર્ણય સામે બોટાદમાં ખેડૂતોનો વિરોધ, ઉગ્ર આંદોલનની ચીમકી

Botad News : બોટાદ જિલ્લાના ગઢડા માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતોની બેઠક યોજાઈ હતી. સરકાર દ્વારા કપાસની આયાત પરની ડ્યુટી રદ કરવાના નિર્ણયના વિરોધમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.


ખેડૂતોએ સરકારના આ નિર્ણયને 'ખેડૂત વિરોધી' ગણાવ્યો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેનાથી કપાસ પકવતા ખેડૂતો પાયમાલ થશે. કિસાન સંઘે સરકારને આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવાની માગ કરી છે.


આ પણ વાંચો: 'MLA-MP ગુમ થયેલ છે', અમદાવાદના નાનાચીલોડામાં પાણી-ખરાબ રોડને લઈને સ્થાનિકોનો વિરોધ

જો સરકાર પોતાનો નિર્ણય પાછો નહીં ખેંચે, તો આગામી દિવસોમાં રસ્તા રોકો, ચક્કાજામ, રેલી અને આવેદનપત્ર જેવા ઉગ્ર આંદોલનો કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ બેઠકમાં ખેડૂતોએ સંયુક્તપણે આંદોલન કરીને લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.