Gujarat

હળવદના રણમલપુર અને ધ્રાંગ્ધ્રાના એંજાર ગામના ખેડૂતો આમનેસામને

By GS TEAM
9 Jul 20252 mins read
હળવદના રણમલપુર અને ધ્રાંગ્ધ્રાના એંજાર ગામના ખેડૂતો આમનેસામને

- વર્ષો જુની વરસાદી પાણી નિકાલની સમસ્યા મામલે

- પાળો તોડી નાખવામાં આવે તો એંજારમાં પાણી ફરી વળે અને યથાવત્ રાખે તો રણમલપુરમાં નુકસાની સજે

હળવદ : હળવદ અને ધાંગધ્રાની સીમ વિસ્તારને જોડતા રણમલપુર અને એંજાર ગામની વાડીમાંથી વરસાદી પાણીના નિકાલ માટે ખેડૂતો આમને સામને આવી જતાં પ્રાંત અધિકારી અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. જોકે, મોડી સાંજ સુધી બંને ગામ વચ્ચેની સમસ્યાનો ઉકેલ કાઢવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હતું.

હળવદ તાલુકાના રણમલપુર ગામથી વરસાદી પાણી ધ્રાંગધ્રા તાલુકાના એંજાર ગામમાં જતું હોય વર્ષો પહેલા એંજાર ગામના લોકો દ્વારા પાળો બનાવવામાં આવતો હતો. પરંતુ આ પાળો તૂટી જાય તો વરસાદી પાણી એંજાર ગામમાં જતું રહે અને રણમલપુર ગામના લોકોને વરસાદી પાણીથી થતું નુકસાન ઓછું થઇ જાય પરંતુ તેની સામે એંજાર ગામના લોકોને નુકસાની વેઠવી પડે તેવી નોબત આવી શકે છે. 

એંજાર ગામે ખેડૂતોના ખેતરમાં વર્ષોથી કરવામાં આવેલા પાળાને રણમલપુર ગામના લોકો દ્વારા તોડવા માટે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને પગલે હળવદ અને ધ્રાંગધ્રા તાલુકા પ્રાંત અધિકારી સહિતની ટીમ એંજાર ગામે પહોંચી હતી. પરંતુ બંને ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડતાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે, મોડી સાંજ સુધી આ મામલે કોઇ ઉકેલ આવ્યો ન હતો પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. એંજાર ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે રાજકીય વગથી ૩૦થી ૩૫ વર્ષ જૂનો પાળો તોડવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ અમે કોઈ પણ ભોગે આ પાળો તોડવા દેવાના નથી. આ મામલે એંજાર ગામના ખેડૂતોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. આવેદનમાં રજૂઆત કરવામાં આવી છે કે વર્ષો જુનો આ પાળો તોડવામાં ન આવે. જો આ પાળો તોડવામાં આવશે તો એંજાર ગામના રહીશો અને ખેતરમાં પાકને નુકસાન