Get The App

ધુ્રમઠ ગામે ખેતરોમાં જવાનો રસ્તો ખનીજ માફિયાઓ ખોદી નાખતા ખેડૂતોને મુશ્કેલી

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
ધુ્રમઠ ગામે ખેતરોમાં જવાનો રસ્તો ખનીજ માફિયાઓ ખોદી નાખતા ખેડૂતોને મુશ્કેલી 1 - image

- નદીમાં ગેરકાયદે રેતી ચોરીના આક્ષેપ સાથે મામલે રજૂઆત 

- રસ્તો ખોદી નાખતા ખેડૂતો ચાર કિ.મી.નો ફેરો ફરીને ખેતરોમાં જવા મજબૂર, તંત્ર નક્કર કાર્યવાહી નહીં કરાતા રોષ 

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામની નદીમાં રેતી ચોરી થતી હોવાનો આક્ષેપ કરાયો છે. નદી કિનારે આવેલા ખેતરોમાં જવા રસ્તાઓ ખોદી નાખવામાં આવતા સ્થાનિક ખેડૂતોને ખેતરમાં જવા માટે ૪ કિલોમીટરન ફરીને જવાની નોબત આવી છે. 

તાલુકાના ધુ્રમઠ ગામને નદીમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે રીતે ચોરી કરાતી હોવાની ફરિયાદો ઉઠી છે. જેના પગલે ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. ખેડૂતો દ્વારા ખનીજ માફિયાઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવતા માથાભારે તત્વો દ્વારા દાદાગીરી અને માથાકૂટ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે. તંત્રની રહેમનજર હેઠળ ખનીજ માફિયાઓ બેફામ બનતા ખેડૂતો દાદાગીરી સહન કરી રહ્યાં છે. 

આ મામલે સ્થાનિક લોકોએ સ્થાનિક તંત્રને લેખિત રજૂઆતો કરી છતાં પણ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. સ્થાનિક લોકોએ જણાવ્યુ કે, રજૂઆતોને તંત્ર ઘોળીને પી ગયું છે. ગેરકાયદે રેતી ચોરી સામે મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી કડક કાર્યવાહી કરવાની અને ખેડૂતોને થતાં અન્યાયથી મૂકિત અપાવવાની માગણી કરવામાં આવી છે.