- કેનાલોમાં તાકીદે સમારકામ કરવાની માગણી ઉઠી
- કડુની સીમમાંથી ઓળત તરફ જતી કેનાલમાં ઝાંડી- ઝાંખરા ઉગી નિકળતા ઓવરફ્લો થવાનો ભય
લખતર : લખતર તાલુકામાંથી પસાર થતી વલ્લભીપુર શાખાની ડી-૧ કેનાલની યોગ્ય સફાઇ કરવામાં આવે તેવી ખેડૂતોએ માગણી કરી છે. કેનાલમા ંઝાડી- ઝાંખરાના કારણે ઓવરફ્લો થવાના કિસ્સા વધી રહ્યાં છે.
લખતરના ઢાંકીથી વલ્લભીપુર જતી નર્મદા વિભાગની વલ્લભપુર શાળા નહેરમાંથી વિવિધ પેટા કેનાલો નિકળે છે. જેમાં લખતરના કડુ ગામની સીમમાંથી ઓળકની સીમ તરફ જતી ડી-૧ કેનાલમાં ઝાંડી- ઝાંખરા ઉગી નિકળ્યાં છે. જેના કારણે કેનાલ ઓવરફ્લો થવાનો ભય ખેડૂતોમાં ફેલાયો છે. કેનાલનું યોગ્ય સમારકામ નહીં થવાના કારણે ગાંબડા પડી ગયા છે. જેથી સમારકામ કરવાની ખેડૂતો દ્વારા માગણી કરવામાં આવી છે.
આ ઉપરાંત કેનાલની સફાઇ માટે મુખ્ય અને માયનાર કેનાલ વર્ષમાં બેથી ત્રણ મહિના બંધ કરવામાં આવે છે તેમ છતાં પણ બંને કેનાલમાં સફાઇનો અભાવ છે. જેથી તાકિદે સફાઇ કરવાની માગણી ઉઠી છે.


