જામનગરના ઢંઢા ગામમાં રહેતી ખેડૂત પુત્રીનો ઝેર પી લઇ આપઘાત : માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતાં ભરેલું અંતિમ પગલું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર તાલુકાના ઢંઢા ગામમાં રહેતા એક ખેડૂતની 19 વર્ષીય પુત્રીએ પોતાના ઘેર જંતુનાશક દવા પી લઇ આત્મહત્યા કરી છે. પોતાની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગર નજીક ઢંઢા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા નીરુભા અણદુભા સોઢા નામના 55 વર્ષીય ખેડૂતની 19 વર્ષની પુત્રી જાનવીબા નિરુભા સોઢાએ ગત 17મી તારીખે પોતાના ઘેર ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી જતાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા નીરુભા સોઢાએ પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો જી.જી.હોસ્પિટલમાં દોડી ગયો હતો અને જાનવીબાના મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક યુવતિને તેણીની માતાએ ઘર કામ કરવા બાબતે ઠપકો આપતાં માઠું લાગી આવ્યું હોવાથી આ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું છે.









