Get The App

જામનગરના ઠેબા ગામના ખેડૂત પ્રૌઢ પર સામાન્ય બોલાચાલી બાદ હુમલો : શેઢા પાડોશી ખેડુત સામે પોલીસ ફરિયાદ

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના ઠેબા ગામના ખેડૂત પ્રૌઢ પર સામાન્ય બોલાચાલી બાદ હુમલો : શેઢા પાડોશી ખેડુત સામે પોલીસ ફરિયાદ 1 - image

Jamnagar Crime : જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ધરમશીભાઈ ઠાકરશીભાઈ ચાંગાણી નામના 55 વર્ષના પટેલ ખેડૂતે પોતાના માથા ઉપર હુમલો કરી ઇજા કરવા અને હાથમાં ફ્રેક્ચર કરી નાખવા અંગે શેઢા પાડોશી પ્રવીણભાઈ જેસાભાઈ મુંગરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરી યાદી ખેડૂતની વાડીમાં આરોપીએ ખડ નાખ્યું હોવાથી તે બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેનું મનદુઃખ રાખીને આરોપી પ્રવીણ દ્વારા લાકડાના ધોકા વડે માથું ફોડી નાખ્યું હતું, અને લોહીલુહાણ બનાવ્યો હતો ઉપરાંત ફરિયાદીને હાથના પંજામાં લાકડાનો ધોકો ફટકારી ફ્રેકચર કરી નાખ્યું હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.