Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડિયા ગામમાં રહેતો અને ખેતી કામ કરતો રવિ રમેશભાઈ વાટલીયા નામનો 36 વર્ષનો પટેલ ખેડૂત યુવાન, કે જે ગઈકાલે પોતાની વાડીમાં ઓરડીમાં ઈલેક્ટ્રીક હોલ્ડરમાં રીપેરીંગ કરી રહ્યો હતો, જે દરમિયાન તેને વિજ આંચકો લાગ્યો હતો અને તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા રમેશભાઈ પરસોત્તમભાઈ વાટલીયાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો કાફલો બનાવના સ્થળે દોડી ગયો હતો અને ખેડૂત યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


