Get The App

પત્નીને મળવા ઘરમાં ઘૂસેલા કૌટુમ્બિક શખ્સને રંગેહાથ પકડતા ખેડૂત પર હુમલો

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
પત્નીને  મળવા ઘરમાં ઘૂસેલા કૌટુમ્બિક શખ્સને રંગેહાથ પકડતા ખેડૂત પર હુમલો 1 - image


લાલપુર તાલુકાના મેમાણા ગામે કૌટુંબિક શખ્સની સાથે પોતાની પત્ની ઘરમાંથી 10 લાખ રોકડા તથા સોનું લઈ ફરાર થઈ ગઈ હોવાની ફરિયાદ  

જામનગર, : લાલપુર તાલુકાના મેમાણા ગામમાં એક વિચિત્ર બનાવ બન્યો છે. એક ખેડૂત યુવાનના ઘરમાં તેનો જ કુટુંબી ખેડૂતની પત્નીને મળવા ઘુસ્યો હતો, અને ખેડૂત યુવાને તેને રંગેગાથ ઝડપતા ખેડૂત પર હુમલો કરી નાસી છુટયો હતો તથા તે શખ્સ સાથે ખેડૂતની પત્ની ઘરમાંથી ૧૦ લાખની રોકડ તથા સોનું લઈ નાસી જતા આ અંગે ફરિયાદ નોંધાવાઈ છે.

મેમાણા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા યુવરાજસિંહ નાનભા જાડેજા નામના 40 વર્ષના ખેડૂત યુવાને પોતાના ઘરમાં ઘૂસી જઇ પોતાને માર મારવા અંગે તેમજ પોતાની પત્નીને ઉઠાવી જવા અંગે પોતાના જ કુટુંબી જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા ભગીરથસિંહ ઉર્ફે લાલો દીલુભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. ખેડૂત યુવાનના જાહેર કરાયા અનુસાર તેની પત્ની ઘરમાંથી બહાર નીકળી ત્યારે પોતાની સાથે ખેતીની ઉપજની ઘરમાં રાખવામાં આવેલી રૂપિયા દસ લાખની રોકડ રકમ, ઉપરાંત 3 તોલા સોનુ પોતાની સાથે લઈ ગઈ હોવાનું જણાવ્યું છે. જે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.

 પોલીસમાં વધુ પૂછપરછમાં જણાવ્યા અનુસાર યુવરાજસિંહ જાડેજા કે જે ખેતીના કામસર અવારનવાર બહાર ગામ જતો હતો. જે દરમિયાન તેના ઘરમાં પાછળથી કોઈ વ્યક્તિ આવતી હોવાનું અને પોતાની પત્નીને મળતા હોવાનું જાણવા મળતાં તે અંગે તપાસ શરૂ કરી હતી.

દરમિયાન પરમદિને રાત્રિના સમયે પોતે બાજુના ગામમાં જઉં છું તેમ પત્નીને કહીને ઘેરથી નીકળ્યા હતા, ત્યારબાદ પોતે પોતાના ગામના બસ ડેપો પાસે સંતાઈ ગયો હતો.  દરમિયાન પત્નીનો ફોન આવ્યો હતો, કે તમે કેટલે સુધી પહોંચ્યા છે. જ્યારે તેણે પોતે કાલાવડ પહોંચી ગયો હોવાનું પત્નીને ખોટું જણાવ્યું હતું. ત્યારબાદ પોતે પોતાના ઘર પાસે આવતાં બાઈકમાં એક શખ્સને પોતાના ઘરમાં ઘુસતો જોયો હતો, તેથી તે પણ પોતાના ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી ઘરમાં પ્રવેશી ચૂક્યો હતો, જયાં અંદર પોતાના બેડરૂમનો દરવાજો બંધ જોવા મળ્યો હતો. આથી તેણે પોતાના રૂમ બંધ જોવા  મળતાં દરવાજાને ખખડાવતાં થોડો સમય સુધી ખુલ્યો ન હતો, પરંતુ થોડીવાર બાદ તેમાંથી લાલો જાડેજા બહાર આવ્યો હતો, અને તેણે યુવરાજસિંહ ઉપર હુમલો કરી માર મારી પછાડી દીધો હતો, ત્યારબાદ યુવરાજસિંહની પત્નીને પોતાની સાથે લઈને ભગીરથસિંહ ભાગી છૂટયો હતો. આથી અન્ય પરિવારજનોને બોલાવ્યા બાદ સમગ્ર મામલો લાલપુર પોલીસ મથકમાં લઈ જવાયો હતો. લાલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags :