લાલપુરના મોડપરમાંથી વધુ એક અપરણીત યુવતી લાપતા બની જતાં પરિવાર ચિંતામાં મુકાયો
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામમાં રહેતી 21 વર્ષની અપરણિત યુવતી પોતાના ઘેરથી એકાએક લાપતા બની જતાં પરિવાર ચિંતામાં મુકાયો છે, અને પોલીસ દ્વારા તેણીની શોધખોળ ચલાવાઇ રહી છે.
લાલપુર તાલુકાના મોડપર ગામમાં રહેતી કાજલબેન ગાંગાભાઈ બગડા નામની 21 વર્ષની અપરણિત યુવતી, કે જે ગત ૨જી તારીખે રાત્રિના 11:.30 વાગ્યાના અરસામાં પોતાના ઘરમાંથી એકાએક લાપતા બની ગઈ હતી. જેને અનેક સ્થળે શોધવા છતાં કોઈ પતો નહીં સાંપડતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.
આખરે આ મામલે મેઘપર પડાણા પોલીસ મથકમાં ગુમનોંધ કરાવતાં મેઘપર પોલીસે તેણીની શોધખોળ શરૂ કરી છે. જેનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હોવાથી તેની કોલ ડીટેઇલ અને ટાવર લોકેશનના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે.