Gujarat

આણંદ શહેરમાં ટીબી હોસ્પિટલ પાસે આવેલો પરિવાર પાર્ટી પ્લોટ સીલ

By GS TEAM
15 Nov 20251 min read
આણંદ શહેરમાં ટીબી હોસ્પિટલ પાસે આવેલો પરિવાર પાર્ટી પ્લોટ સીલ

- કરમસદ આણંદ મનપાએ અગાઉ નોટિસ ફટકારી હતી

- બીયુ, ફાયર એનઓસી વગર બાંધકામ કરી વાણિજ્ય હેતુસર ઉપયોગ કરાતો હોવાનું ખૂલ્યું

આણંદ : આણંદમાં ટીબી હોસ્પિટલ પાસે બાંધકામ વિકાસ પરવાનગી, બીયુ અને ફાયર એનઓસી વગર ચાલતો પરિવાર પાર્ટી પ્લોટ કરમસદ આણંદ મનપાએ સીલ કરી દીધો છે. 

આણંદ મનપા વિસ્તારમાં બાંધકામ સંદર્ભે બીયુ, ફાયર એનઓસી સહિતની પરવાનગીઓ લીધા વગર ચાલતા એકમો વિરૂદ્ધ કાર્યવાહી આરંભી છે. કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ટીબી હોસ્પિટલ પાસે આવેલા પરિવાર પાર્ટી પ્લોટના સંચાલક પાસે મિલકત સંબંધિત પુરાવા, પરવાનગી રજૂ કરવા મનપાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગે નોટિસ ફટકારી જણાવ્યું હતું. 

સક્ષમ સત્તાધિકારી પાસેથી કાયદા હેઠળની વિવિધ પરવાનગીઓ જેમાં બાંધકામ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી (બીયુ) મેળવી ન હોવાનું મનપાને જાણવા મળ્યું હતું. ઉપરાંત પરિવાર પાર્ટી પ્લોટના સંચાલક દ્વારા તેમની જમીનમાં કોઈપણ જાતની વિકાસ પરવાનગી મેળવ્યા વગર બાંધકામ કરી વાણિજ્ય હેતુસર ઉપયોગ કરવામાં આવતો હતો.

પરિવાર પાર્ટી પ્લોટનો ઉપયોગ સામાજિક પ્રસંગો માટે કરવામાં આવતો હોવાથી આ મિલકતમાં માનવ મેદની એકત્રિત થતી હોવાથી માનવ જીવનની સલામતી માટે અત્યંત આવશ્યક ફાયર એનઓસી મેળવી ન હતી. આ મિલકતનો ઉપયોગ માનવ જીવન માટે અત્યંત જોખમકારક હોવાથી કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ દ્વારા ભવિષ્યમાં કોઈની જાન-માલને હાની ના પહોંચે તે હેતુસર તાત્કાલિક અસરથી પરિવાર પાર્ટી પ્લોટને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યો છે.