Gujarat

સેવાસીના ધ કન્ટેનર્સ પાર્કમાં સફાઇ કામદારનું મોત થતા પરિવારનો હોબાળો

By GS TEAM
27 Nov 20251 min read
સેવાસીના ધ કન્ટેનર્સ  પાર્કમાં સફાઇ કામદારનું મોત થતા પરિવારનો હોબાળો

વડોદરા,સેવાસીના ધ કન્ટેનર્સ  પાર્કમાં સફાઇ કામદારનું મોત થતા પરિવારે હોબાળો મચાવ્યો હતો. પોલીસે મોતનું કારણ જાણવા માટે  તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વડોદરાના સેવાસી પાસે આવેલા ધ કન્ટેનર્સ પાર્કમાં ગોપાલભાઇ કરસનકાલીદાસભાઇ,ઉં.વ.૭૪ (રહે.શિવાંતા પાર્ટી પ્લોટની અંદર, ન્યુ અલકાપુરી) સફાઇ કામદાર તરીકે કામ કરતા હતા. ગઇકાલે પાર્કમાં સિક્યુરિટી તરીકે કોઇ આવ્યું નહીં હોવાથી માલિકે તેઓને સિક્યુરિટીની નોકરી માટે બોલાવ્યા હતા.આજે સવારે તેઓ ઘરે પરત નહી ંજતા પરિવારજનો તપાસ કરવા ગયા ત્યારે ગોપાલભાઇ રૃમમાંથી મૃત  હાલતમાં મળી આવ્યા હતા. તેમને થોડું લોહી નીકળ્યું હતું.  પરંતુ, ઇજા કઇ રીતે થઇ ? તે અંગે  હજી જાણી શકાયું નથી. સવારે છ વાગ્યે પરિવારને જાણ થતા તેમણે પાર્કના માલિકને જાણ કરી હતી. પરંતુ,  છેક બે વાગ્યે પોલીસને જાણ કરવામાં આવતા લક્ષ્મીપુરા પોલીસે મૃતદેહને પી.એમ. માટે ગોત્રી  હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. ગોપાલભાઇના શંંકાસ્પદ મોત અંગે શરૃઆતમાં  પરિવારે હોબાળો મચાવ્યો હતો. પરંતુ,  પોલીસે તપાસની ખાતરી આપી કાર્યવાહી કરવાનું કહેતા મામલો થાળે પડયો હતો.