16 વર્ષની સગીરા અભ્યાસ બાજુએ મૂકી લગ્નની જીદે ચડતાં પરિવાર મૂંઝવણમાં
વડોદરાના ભાયલી નજીકના વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની એક સગીરા અભ્યાસ છોડીને લગ્ન કરવાની જીદે ચડતાં પરિવારજનો તેને સમજાવીને થાકી ગયા હતા.
તેજસ્વી કારકીર્દી ધરાવતી વિદ્યાર્થિની જે યુવકના સંપર્કમાં આવી છે તે યુવક અભ્યાસ પણ કરતો નથી અને કોઇ કામધંધો પણ કરતો નથી.પરિવારજનોએ વિદ્યાર્થિનીને સમજાવતાં તેણે કાંઇ પણ સાંભળવાનો ઇનકાર કર્યો હતો.
જેથી વિદ્યાર્થિની કોઇ અવિચારી પગલું ના ભરી બેસે તે માટે પરિવારે અભયમનો સંપર્ક કરતાં ટીમે વિદ્યાર્થિનીનું તેમજ યુવકનું કાઉન્સેલિંગ કર્યું હતું.આખરે વિદ્યાર્થિનીએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરશે તેમ કહ્યું હતું.