વીરેન્દ્ર ગાંધીના પુત્રને રાજેશ ગાંધીના પુત્ર જેટલા જ અધિકાર અપાતા સમાધાન
વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝના વિવાદમાં અંતે સુખદ સમાધાન થયું
વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો બિઝનેસ હવે પ્રમોટર્સની દેખરેખ હેઠળ પ્રોફેશનલ્સ ચલાવશે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
અમદાવાદના જાણીતા ઉદ્યોગ ગૃહ વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બિઝનેસના કોર્ટમાં અને એનસીએલટીમાં પહોંચેલા વિવાદમાં અંતે દેવાંગ ગાંધીના પુત્ર જન્મેજય ગાંધીને અન્ય પ્રમોટર રાજેશ ગાંધી અને દેવાંશુ ગાંધી જેટલા જ અધિકાર આપવાને મુદ્દે સમાધાન થઈ જતાં વિવાદનો અંત આવી ગયો છે. રાજેશ ગાંધી, દેવાંશું ગાંધી અને વિરેન્દ્ર ગાંધીના પરિવારો તેમના બિઝનેસને તેમના માર્ગદર્શન હેઠળ ચલાવવા માટે પ્રોફેશનલ્સની નિમણૂક કરશે.
રણછોડલાલ વાડીલાલ ગાંધીએ આઈસક્રીમના બિઝનેસમાં તેમના રામચંદ્રભાઈના પુત્ર રાજેશ અને લક્ષ્મણભાઈના પુત્ર દેવાંશુ જોડાયા હતા. તેમનના ત્ર્જી ભાઈ શૈલેશભાઈ ૧૯૯૩માં જ ગુ્રપથી છૂટા થઈ ગયા હતા. તેમને દક્ષિણ ભારતનો એરિયા સોંપી દેવામાં આવ્યો હતો, એમ આ કેસમાં એડવૉકેટ અને સોલિસિટરની ભૂમિકા અદા કરનાર અર્જનન શેઠનું કહેવું છે. ત્યારબાદ વીરેન્દ્રભાઈ, રાજેશભાઈ અને દેવાંગભાઈના સંતાનો બિઝનેસમાં જોડાતા ગયા હતા. તેમની વચ્ચે ૧૯૯૩ અને ૧૯૯૯માં સમજૂતી થઈ હતી કે દરેક પરિવારના સભ્યનો બિઝનેસમાં એક સમાન હિસ્સો રહેશે. તેઓ નફાનો એક સરખો હિસ્સો મેળવશે. આ સમજૂતી હેઠળ કંપનીના ટ્રેડમાર્ક, આઈસક્રીમ મેન્યુફેક્ચરિંગ કંપની અને આઈસક્રીમ માર્કેટિંગ કંપનીમાં તમામને એક સમાન અધિકાર મળ્યો હતો.
ત્યારબાદ રાજેશભાઈ અને દેવાંશુભાઈના પુત્ર મોટા થતાં તેમને બિઝનેસમાં જોડી દેવામાં આવ્યા હતા, પરંતુ વીરેન્દ્ર ગાંધીના પુત્ર જન્મેજયનેઆઈસક્રીમના બિઝનેસમાં જોડાવા દીધા નહોતા. વીરેન્દ્ર ગાંધીના પુત્ર જન્મેજય વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝના રોજબરોજના વેપારમાં અન્યની માફક જ સક્રિય હોવા છતાં વીરેન્દ્ર ગાંધી અને તેમના પરિવારના સભ્યને ૨૦૧૩ના અરસામાં રાજેશ ગાંધી અને દેવાંશુ ગાંધીએ બિઝનેસમાં સ્થાન આપ્યું નહોતું. ૨૦૧૩માં તેમને બિઝનેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
તેથી વીરેન્દ્ર ગાંધી અને તેમના પરિવારે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલમાં પિટીશન કરી હતી. તેમાં વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝને બિઝનેસમાં આગળ લઈ જવા માટે વીરેન્દ્ર ગાંધીએ ભજવેલી ભૂમિકાનો અંદાજ આપવામાં આવ્યો હતો. નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે વીરેન્દ્ર ગાંધીની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. તેમાં વીરેન્દ્ર ગાંધીના પરિવારને આઈસક્રીમના બિઝનેસમાં રી-ઇન્સ્ટેટ કરવા જણાવવામાં આવ્યું હતું. તેમ જ તેમને અન્ય પ્રમોટર અને તેમના સંતોન જેવો જ હોદ્દો આપવા જણાવ્યું હતું.
આ ચૂકાદાને રાજેશ ગાંધીએ એનસીએલટીની ટ્રિબ્યુનલમાં પડકાર્યો હતો. આ ગાળામાં સમાધાન કરવા માટેની ચર્ચા ચાલુ હતી. આ ચર્ચાને અંતે વીરેન્દ્ર ગાંધીના પુત્ર જન્મેજયને રાજેશ ગાંધી અને દેવાશું ગાંધી જેવો જ હોદ્દો આપવાની શરત સાથે સમાધાન થયું હતું. તેમ જ ભવિષ્યમાં ત્રણેય પરિવારના પ્રમોટરના માર્ગદર્શન હેઠળ પ્રોફેશનલ્સ કંપની ચલાવશે તેવું સમાધાન કરવામાં આવ્યું છે.
(બોક્સ)
ગાંધી પરિવારના બિઝનેસનો વિવાદ શું હતો
વાડીલાલ ઇન્ડસ્ટ્રીજ ચલાવતા ગાંધી પરિવારના રાજેશ ગાંધી અને દેવેન્દ્ર ગાંધી માનતા હતા કે વીરેન્દ્ર ગાંધી તો ગેસના બિઝનેસ સાથે વધુ સંકળાયેલા હતા. તેમને આઈસક્રીમના બિઝનેસ સાથે બહુ નિસબત જ નથી. તેથી વીરેન્દ્ર ગાંધીને કે તમના પુત્ર જન્મેજયને આઈસક્રીમના બિઝનેસમાં કોઈ જ અધિકાર મળે નહિ. તેથી તેમણે આઈસક્રીમના બિઝનેસમાંથી તેમને સાવ જ અલગ કરી દીધા હતા. તેની સામે વીરેન્દ્ર ગાંધી કોર્ટમાં ગયા હતા.