થરાદમાં એક જ પરિવારના ચાર લોકોએ આપઘાતની વાત ખોટી, તમામ જીવતા મળી આવ્યા, જાણો મામલો
Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થરાદના જમડા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં કૂદકો લગાવી એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે નવો વળાંક સામે આવ્યો છે. એક જ પરિવારના ચાર લોકોએ આપઘાતની વાત ખોટી હોવાનું સામે આવ્યું છે. પરિવારના તમામ સભ્યો જીવતા મળી આવ્યા છે. જાણો છે મામલો?
પરિવાર ખેતરમાંથી જીવિત મળી આવ્યો
થરાદમાં નર્મદા કેનાલ પાસેથી બાઈક, ચંપલ અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ઘટનામાં પુરૂષ, બે મહિલા અને બે બાળકી મળીને પરિવારના ચારેય લોકોએ આપઘાત કર્યું હોવાનું સામે આવ્યું હતું. બનાવને લઈને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી. જોકે કોઈના મૃતદેહ મળી આવ્યા ન હતા. આખી ઘટના સામુહિક આપઘાતનું ખોટું નાટક હોવાનું સામે આવ્યું છે. જેમાં તમામ લોકો એક ખેતરમાંથી જીવિત મળી આવ્યા છે.
આ પણ વાંચો: સાયલા-લીંબડી હાઈવે પર અકસ્માતની બે ઘટનામાં એક બાળક સહિત 4ના મોત, 12 ઈજાગ્રસ્ત
સમગ્ર ઘટના મામલે થરાદ ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, 'પરિવારે ફાયર ટીમને ગુમરાહ કરી હતી. આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ઘટના મામલે ભોરોલ ગામના સરપંચે જણાવેલુ કે, પરિવારિક વિવાદના કારણે આ ઘટના બની. આ પરિવાર હાલ તો તેમના ઘરે પરત ગયા છે.'