Get The App

પરિવારનો આક્ષેપ ગોત્રી હોસ્પિટલમાં ડોક્ટરોએ સારવાર નહી ંકરતા દર્દીનું મોત

આક્ષેપો ખોટા છે, એમ.આર.આઇ. અને સીટી સ્કેન કરાવી તરત જ સારવાર ચાલુ કરી હતી : આર.એમ.ઓ.

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
પરિવારનો આક્ષેપ  ગોત્રી  હોસ્પિટલમાં ડોક્ટરોએ સારવાર નહી ંકરતા દર્દીનું મોત 1 - image

વડોદરા,પાવાગઢ સાસરીમાં ગયેલા યુવકને સ્ટ્રોક આવતા તેની તબિયત બગડી હતી. ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા દર્દીનું મોત થતા પરિવારે હોસ્પિટલની નિષ્કાળજીનો આક્ષેપ કર્યો હતો.

શહેર નજીકના અણખોલ ગામે રહેતો અને પ્લમ્બિંગનું કામ કરતો રણજીત નાયક નામનો યુવક તેની પત્ની સાથે સાસરીમાં પાવાગઢ ગયો હતો. ત્યાં તેને સ્ટ્રોક આવતા હાલોલ સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યાં સારવારનો ખર્ચ વધુ હોઇ તેને ગોત્રી હોસ્પિટલમાં પરિવારજનો લઇ આવ્યા હતા. દર્દીના પરિવારનો આક્ષેપ છે કે, અમે ફાઇલ લઇને ડોક્ટરો પાસે દોડતા રહ્યા પણ કોઇએ સારવાર ના કરી. જેથી, દર્દીનું મોત થયું છે. આ અંગે ગોત્રી હોસ્પિટલના આર.એમ.ઓ. એ જણાવ્યું હતું કે, દર્દીને સિવિયર સ્ટ્રોક આવ્યો હતો. અમે અહીંયા એમ.આર.આઇ. અને સીટી સ્કેન પણ કરાવ્યું હતું. દર્દીની હાલત ખૂબ જ ગંભીર હતી. દર્દીના પરિવારજનોના આક્ષેપ ખોટા છે.