આંખના ઓટીમાં ફોલ સીલીંગની સીટ્સ તૂટી પડીઃઓપરેશન મુલતવી રાખવા પડયાં
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના જુના બિલ્ડીંગમાં
સિવિલમાં બે મહિના પહેલા જ નવા બનાવવામાં આવેલા ઓપેરશન થિયેટરમાં રાત્રે ઘટના બની ઃ જાનહાની ટળી
સિવિલની જુની બિલ્ડીંગમાં જ્યાં ઓપ્થેલ્મો ડિપાર્ટમેન્ટનું નવું
ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું છે ત્યાં પ્રી-ઓપરેટિવ અને પોસ્ટ-ઓપરેટિવ દર્દીઓને
રાખવામાં આવતી જગ્યામાં આ ઘટના બની હતી. જેના કારણે હોસ્પિટલમાં આજે ચર્ચાનો વિષય બની
ગયો હતો.સદનસીબે, રાત્રે આ
ઘટના બની હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. જોકે,
તકેદારીના ભાગરૃપે આજે શનિવારે તમામ ઓપરેશનો મુલતવી રાખવામાં આવ્યા હતા. સૂત્રો
પાસેથી જાણવા મળ્યું છે કે ઓપરેશન થિયેટરમાં ઓક્સિજન લાઇન લીકેજની સમસ્યા છે અને નાઈટ્રેસની
લાઇન પણ આપવામાં આવી નથી. આ કારણે ક્રિટિકલ દર્દીઓના ઓપરેશન કરવામાં પણ મુશ્કેલીઓનો
સામનો કરવો પડે છે.
આ ઘટનાએ હોસ્પિટલના નવા ઓપરેશન થિયેટરની ગુણવત્તા અને સલામતી પર સવાલો ઉભા કર્યા છે. હોસ્પિટલ વહીવટીતંત્ર દ્વારા આ મામલે તપાસ શરૃ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જેથી આગળની કાર્યવાહી કરી શકાય. દર્દીઓ અને તેમના સગાઓમાં આ ઘટનાને લઈને ચિંતા જોવા મળી રહી છે, અને તેઓ હોસ્પિટલની સુવિધાઓની સુધારણાની માંગ કરી રહ્યા છે.