Ahmedabad

ગુજરાતમાં 5 વર્ષમાં રૂ.13 હજાર 600 કરોડનું ડ્રગ્સ પકડાયું છતાં ગલીએ ગલીએ નશાખોરી વધી, આંકડા ચોંકાવનારા

By GS TEAM
26 Jun 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં યુવાનોમાં વધતા ડ્રગ્સના દૂષણ વચ્ચે, પોલીસે છેલ્લા 5 વર્ષમાં ₹13600 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. પંજાબ, રાજસ્થાન અને દિલ્હીથી ચાલતા નેટવર્કને રોકવામાં સફળતા મળી છે. 26મી જૂનના 'આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસે' ગુજરાતને ડ્રગ-મુક્ત બનાવવાનો સંકલ્પ લેવાયો છે. સ્થાનિક સ્તરે છૂટક વેચાણ અટકાવવા 6 એન્ટિ-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ બનાવાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 5 વર્ષમાં રૂ.13 હજાર 600 કરોડનું ડ્રગ્સ પકડાયું છતાં ગલીએ ગલીએ નશાખોરી વધી, આંકડા ચોંકાવનારા

Ahmedabad News: ગુજરાતના યુવાનોમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના દૂષણમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાંથી રૂપિયા 13600 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી લેવાયાનું ગુજરાત સરકાર અને પોલીસે જાહેર કર્યું છે. પંજાબ, રાજસ્થાન અને દિલ્હીથી ચલાવાતા ડ્રગ્સના નેટવર્કમાં ગુજરાતના દરિયાકાંઠાનો લેન્ડિંગ પોઇન્ટ તરીકે ઉપયોગ રોકવામાં સફળતા મેળવી ઓ…હો…હો….. થઈ જાય તેટલો ડ્રગ્સનો જથ્થાબંધ જથ્થો પકડી પાડવામાં આવ્યો છે તે સારી વાત છે.

ગુજરાતનું યુવાધન નશાના રવાડે

જો કે ગુજરાતનું યુવાધન ધીમે-ધીમે ડ્રગ્સની નશાખોરીમાં ફસાઈ રહ્યું છે અને છૂટક ડ્રગ્સ વેચનારાઓ સામે દરરોજના બે સ્થાનિક કેસ થઈ રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં ડ્રગ્સ-દારૂના દુરુપયોગથી 711 વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું છે અને ડ્રગ્સના ઓવરડોઝથી 37 વ્યક્તિના મૃત્યુ થયા છે. શુક્રવારે 'ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ ડે'ની ઉજવણી જનજાગૃતિ સાથે કરાશે ત્યારે ડ્રગ્સનું વધી રહેલું દૂષણ ચિંતાનો વિષય છે. ગુજરાત પોલીસે હવે સ્થાનિક કક્ષાએ ડ્રગ્સ વેચનારા સામે કડક કાર્યવાહી કરે છે. 26મી જૂન એટલે કે 'આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસે સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતા રાજ્ય ગુજરાતને ડ્રગ ફ્રી સ્ટેટ બનાવવા અને ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવાનો દાવો ગુજરાત પોલીસે કર્યો છે.

રાજ્યમાં છ એન્ટિ નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ
ગુજરાતમાં સ્થાનિક કક્ષાએ છૂટક વેચાણ ઉપર અંકુશ મેળવવા એન્ટિ નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ડીવાયએસપી કક્ષાના અધિકારીના નેતૃત્વ હેઠળ દરેક પોલીસ સ્ટેશનમાં ટીમો કામ કરશે.
અમદાવાદ: અમદાવાદ શહેર-ગ્રામ્ય, ખેડા અને આણંદ જિલ્લાની હદ
સુરત: સુરત શહેર-ગ્રામ્ય, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લો.
વડોદરા: વડોદરા શહેર-ગ્રામ્ય, ભરૂચ, નર્મદા, દાહોદ, ગોધરા, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાની હદ
રાજકોટ: રાજકોટ શહેર-ગ્રામ્ય, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ અને દેવભૂમિ દ્વારકા જિલ્લો.
ગાંધીનગર: ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લો.
ભુજ: પૂર્વ-પશ્ચિમ કચ્છ, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મોરબી જિલ્લો

image.png