Get The App

ગુજરાતમાં હવે નકલી ED ટીમ! વેપારીઓને ધમકી આપી તોડ કરનારા આઠ શખસની ધરપકડ

Updated: Dec 4th, 2024

GS TEAM

Google News
Google News
Fake ED Team

Fake ED Team : ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, PMO અધિકારી સહિત નકલીની ભરમાર વચ્ચે કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED) અધિકારીની ટીમ ઝડપાઈ છે. આ નકલી EDની ટીમ મોટા વેપારી અને ઉદ્યોગપતિઓને ધમકાવી તોડ કરતા હોવાની જાણકારી મળી છે. જેમાં પૂર્વ કચ્છ LCB અને એ ડિવિઝન દ્વારા નકલી EDની ગેંગના આઠથી વધુ શખસોને ઝડપી પાડ્યા હોવાના જાણકારી મળી રહી છે. 

નકલી EDની ટીમ ઝડપાઈ

મળતી માહિતી મુજબ, કચ્છના ગાંધીધામ સહિતના વિસ્તારોમાં EDના નકલી અધિકારીઓ વેપારીઓ અને ઉદ્યોગપતિઓને શિકાર બનાવતા. સમગ્ર મામલે પૂર્વ કચ્છ પોલીસને જાણ થઈ હતી. જેમાં એલસીબીએ અમદાવાદ, ભુજ અને ગાંધીધામ સહિતના આઠથી વધુ શખસોને ઝડપી પાડ્યા હોવાની જાણકારી મળી છે. જો કે, પોલીસ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. 

આ પણ વાંચો: સુરત પોલીસમાં મોટા ફેરફાર, પોલીસ કમિશનરે એક સાથે 12 PIની બદલી કરી, જુઓ યાદી

જ્યારે રાજ્યમાં EDના નકલી અધિકારીઓની ગેંગ ઝડપાતાં AAPના ગોપાલ ઈટાલિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, 'મને તો આજ અસલી લાગે છે, કમસે કમ આ લોકોએ તો ગુજરાતમાં દરોડા પાડવાની હિંમત કરી.'