તાજપરમાંથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

બોટાદ એસઓજીનો સપાટો
દવાની ટીકડીઓ, બાટલાઓ, સિરીંજ, નીડલ, સ્ટેથોસ્કોપ તથા સ્ફીગ્મોમેમો મીટર મળી રૂા.૪૧.૪૩ લાખનો મુદ્દામાલ કબજે
બોટાદ એસઓજીનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી હતી કે, બોટાદના તાજપર ગામના બસ્ટેન્ડ પાસે ડિગ્રી વગરનો શખ્સ દવાખાનું ચલાવે છે જે બાતમીના આધારે તાજપર ગામના બસ્ટેન્ડ પાસે દરોડો પાડી ભાડાના મકાનમાં તલાશી લીધી ત્યારે હષત હરીપતભાઈ બાલા (રહે. તાજપર, પરા વિસ્તાર, પ્રાથમિક શાળાની બાજુમાં મુળ રહે. મેથાપાડા, ભુરખુંડા, હરબા નોર્થ-૨૪ પરગણા પ.બંગાળ) ડોક્ટર ન હોવા છતા ડોક્ટર તરીકેની ઓળખ આપી કોઈપણ જાતની મેડીકલ પ્રેકટીસ માટેની ડિગ્રી ધરાવતા ન હોવા છતા ક્લીનીક ચલાવતો હતો. એસઓજીએ ક્લીનીકમાંથી દવાની ટીકડીઓ, બાટલાઓ,સીરીજ, નીડલ, સ્ટેથોસ્કોડ તથા સ્ફીગ્મોમેમો મીટર તથા મેડીકલ પ્રેકટીસને લગતા સામાન મળી કુલ કિ.રૂ. ૪૧,૪૩,૮૪૨ મુદ્દામાલ સાથે હષતની ધરપકડ કરી તેના વિરૂધ્ધ બોટાદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.








