Gujarat
માઢીયા ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો
By GS TEAM
27 Aug 20251 min read

- વેળાવદર ભાલ પોલીસ મથકમાં શખ્સ વિરૂધ્ધ ફરિયાદ
- એસઓજીએ એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો મળી કુલ રૂ. 16 હજારનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર : માઢીયા ગામેથી ડોકટરની ડીગ્રી વગર ક્લિનિક ચલાવતા બોગસ ડોકટરને એસઓજીએ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એસઓજીના સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, માઢિયા ગામે ડોક્ટર ન હોવા છતાં દવાખાનું ચલાવે છે. જે બાતમી આધારે માઢીયા ગામે એસઓજીએ દરોડો પાડી વિપુલ અશોકભાઇ રાઠોડ (રહે. માઢીયા ગામ, તા.જી.ભાવનગર) ડોકટર ન હોવા છતા ડોકટર તરીકે માઢીયા ગામે દવાખાનુ ખોલી વગર ડીગ્રીએ મેડીકલ પ્રેક્ટિસ કરી જુદી-જુદી એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો સહિત કિ.રૂા.૧૬,૦૧૮ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તેના સામે મેડીકલ પ્રેકટીશનર એકટ મુજબની કાયદેસર કાર્યવાહી કરી એસઓજીના પોલીસ કોન્સ.પાર્થભાઇ ધોળકીયાએ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ વેળાવદર ભાલ પોલીસ ચલાવી રહી છે.








